











કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ઉપસ્થિતમાં યોજાયેલ કાર્યક્રમમાં ભાલેજ પોલીસ સ્ટેશન તથા ભાલેજ પોલીસ આવાસ તેમજ ઇન્ટેલીજન્સ બ્યુરો ના નવનિર્માણ બિલ્ડિંગ તથા આવાસના લોકાર્પણ તથા ગેરકાયદેસર વ્યાજખોરી પ્રવૃત્તિ અટકાવવાના પાયાસ્વરૂપ આણંદ જિલ્લા પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પમાં લોન મેળવનાર 313 લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, વિધાનસભાના નાયબ દંડક તથા બોરસદના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પ્રમુખ તથા સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ.ગઢવી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા