મોડાસા તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ

તાલુકા પ્રમુખશ્રી બિપીનભાઈ પટેલ દ્વારા તાલુકાનો વિકાસ વધુ ઝડપી થાય તે માટે સૂચન કર્યા

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

મોડાસા તાલુકા સંકલન સમિતિની બેઠક આજરોજ પ્રાંત અધિકારીશ્રી પરમાર સાહેબની અધ્યક્ષતામાં યોજાઇ હતી. તાલુકાના વિવિધ પ્રશ્નો અને વિકાસને વધુ વેગ આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. મોડાસા તાલુકામાં ચાલતી વિવિધ યોજનાઓ તથા તાલુકા ને લગતા પ્રશ્નો ઝડપથી હલ થાય તે માટે વિવિધ સમિતિઓના સભ્યોને સૂચન કરવામાં આવ્યું હતું. મોડાસા તાલુકા સંકલન સમિતિની બેઠક તાલુકા પંચાયત પ્રમુખ બિપીનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, મામલતદારશ્રી તથા વિવિધ સમિતિના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *