
કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
તા.૦૩/૦૩/૨૦૨૩ નાં રોજ સી.ડી.એચ.ઓ.સા.શ્રી તથા ઇ.એમ.ઓ.સા.શ્રીનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વ્યારા નગર વિસ્તારમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સ્કવોડ( આરોગ્ય, પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ, નગરપાલીકા, રેવન્યુ , ગુજરાત વાહન વ્યવહાર નિગમ, શિક્ષણ વિભાગ) દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ (COTPA-2003) કાયદાની અમલવારી કરવામાં આવી. વ્યારા શહેરમાં કાયદાનું ઉલંઘન કરી તમાકુની બનાવતો વેચતા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી કુલ ૧૧ જેટલા દુકાનદારોને ૧૯૦૦ રૂપિયા દંડ કરવામાં આવ્યો તેમજ તમાકુ નિયંત્રણ ધારો -૨૦૦૩ ની કલમ -૭ મુજબ છૂટી સિગારેટ એને ગેરકાયદેસર ની બીડી મળી કુલ ૨૦૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.