ભારત સરકારશ્રી દ્રારા વર્ષ :૨૦૨૩ ને International year of millets તરીકે ઉજજવાનું નક્કી

કમલમ ન્યુઝ.( વ્યારા તાલુકા બ્યુરો ચીફ ) સમીર શાહ.

ભારત સરકારશ્રી દ્રારા વર્ષ :૨૦૨૩ ને International year of millets તરીકે ઉજજવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે મીલેટસ પાકોના સ્વાસ્થ્ય વર્ધક મહત્વ બાબતે લોક જાગૃતતા આવે અને વધુમાં વધુ ઉત્પાદન અને વપરાશ થાય તેમજ ખેડુતોની આવકમાં વધારો થાય તે આશયથી આજ રોજ વ્યારા ખાતે Millets Festival નું આયોજન કરવામાં આવેલ જેમાં હાજર રહી ઉપસ્થિત ખેડુત મિત્રોને મિલેટસ પાકોનું વધુમાં વધુ વાવેતર કરવા માટે અપીલ કરી.
આ પ્રસંગે ૨૩ બારડોલી લોકસભા સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ,તાપી ખેત ઉત્પાદન,સિંચાઈ,સહકાર સમિતિના ચેરમેન શ્રીમતીકુસુમબેન વસાવા,બાંધકામ સમિતિ ચેરમેન શ્રીનીતિનભાઈ ગામીત,જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતીમધુબેન ગામીત,કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકો તેમજ મોટી સંખ્યામાં ખેડુત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *