





કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
જિલ્લા વહીવટીતંત્ર ભરૂચની અનોખી સીએસઆર પહેલ અંતર્ગત અંકલેશ્વર ખાતે આવેલા શારદા હોલ ખાતેથી માય લિવે બવ અંકલેશ્વરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વેળાએ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને દીપપ્રાગ્ટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવોને પુષ્પ છોડ આપી અભિવાદન કરાયું હતું.
માય લિવેબલ ભરૂચની ટીમ વતી માય લિવે બવ ભરૂચ પહેલ અંતર્ગત કરવામાં આવેલ કાર્ય પ્રણાલી બતાવી અંકલેશ્વર ને કઈ રીતે માય લિવેબલ અંકલેશ્વર બનાવી શકાય તે વિષય પર પિક્ટોરિયલ આપ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લિવેબલ અંકલેશ્વર લોગો નું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ વહીવટીતંત્ર તરફથી એન.આર. ધાંધલ અને ઔધોગિક એકમો વચ્ચે MOU નું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત જિલ્લામાં આવેલી વિવિધ કંપનીઓ તરફથી સીએઆર પહેલ અંતર્ગત ફંડ માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. આ વેળાએ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે અધ્યક્ષપદેથી પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, માય લિવેબલ અંકલેશ્વર હેઠળ બોરભાઠા, સુરવાડી, ગડખોલ, વગેરે જેવી ગ્રામપંચાયતનો પણ સમાવેશ કરાયો છે. અંકલેશ્વર શહેરના ધૂળથી ધમધમતું, ગંદકી ફેલાવતી શહેરની પરિકલ્પના સાથે કરવામાં આવતી હતી. પણ જિલ્લા વહીવટી તંત્ર ની નવી પહેલ થકી હાલની તમામ ઉપલબ્ધ સુવિધાઓ સાથે રહેવા લાયક અને માણવા લાયક શહેરના છાજે એવી સુવિધાઓ આપણે મળવાપાત્ર થશે. નવીન પહેલ થકી ઉપલબ્ધ સુવિધાઓની સાથે આધુનિક સુવિધાઓ સુસજ્જ બનશે ઔધોગિક નગરી. હરિયાળી, સ્વચ્છ સિટી, અને હુંફાળા વાતાવરણનું નિર્માણ થનારું છે. ત્યારે આપણે પણ લિવેબલ અંકલેશ્વરની પરિકલ્પના અને સફળ બનાવવા સાથ સહકાર આપવો પડશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે કલેક્ટર તુષાર સુમેરા એ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે, ભરૂચને લિવેબલ બનાવવાના પ્રયત્ન હાલ થઈ રહ્યા છે અને તેનું પરિણામ આપની સમક્ષ છે. આજના શુભ દિને દ્વિતીય તબક્કામાં માય લિવે બવ અંકલેશ્વર પહેલનો પણ શુભારંભ કરવા જઈ રહ્યા છે. જ્યારે પ્રજામાં નવા- નવા વિચારો આવે ત્યારે શહેરના નવું મનોબળ સાથે હકારાત્મક એપ્રોચ મળે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સમગ્ર ભારત સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વરમાં આવેલી છે. જે ભારતના અર્થતંત્ર માટે હૃદય ની ગરજ સારે છે. ત્યારે અંકલેશ્વરમાં રહેતા લોકોનું જીવન ધોરણ પણ ગુણવત્તાયુક્ત બનવું જ જોઈએ તેવી કલેકટરએ નેમ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ભારતની બેસ્ટ સિટી બનાવવા માટેનું વિઝન રાખી લવેબલ અને લિવેબલ સિટીની નેમ વ્યક્ત કરતા આપણે આપણું શહેર ફક્ત રહેવા લાયક જ નહી પણ માણવા લાયક બનાવવું છે. એડમિનિસ્ટ્રેશન ટ્રીપ વેળાની ઘટનાઓને ટાંકી પોતાના અનુભવો શેર કરી લિવેબલ શહેરની પરિકલ્પના સમજાવી અંકલેશ્વરમાં માણવા માટે તમામ ફેસિલિટી સાથે જીવન માણવાનો આઘાર મળે તે પ્રમાણે અંકલેશ્વરને બનાવવું છે. વધુમાં તેમણે ઉમેરતા કહ્યું હતુ કે, સ્વપ્નના જોઈએ, ત્યારે એ હકીકત બને ત્યારે નગરજનો આ પહેલ નો ભાગ બનવા હાંકલ કરી ઉપસ્થિત ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ અને સીએસઆર અનુદાનિત કંપની નો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય ભાઈ વસાવા, અંકલેશ્વર તાલુકા પ્રમુખ , કારોબારી પ્રમુખ, બાંધકામ સમિતિ ના ચેરમેન , અંકલેશ્વર ઈન્ટ્રસ્ટીઝ એસોસિએશનના પ્રમુખ જશુભાઇ ચૌધરી, ભરૂચના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.