સભ્યોના જ્ન્મદિન શુભેચ્છા કાર્યક્રમ કલબના ઉપપ્રમુખશ્રી પ્રશાંતભાઈ ગાંધીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

કલબના મધ્યસ્થ ખંડ માં ફેબ્રુઆરી માસમાં આવતી સભ્યોના જ્ન્મદિન શુભેચ્છા કાર્યક્રમ કલબના ઉપપ્રમુખશ્રી પ્રશાંતભાઈ ગાંધીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.
આજના જ્ન્મદિન શુભેચ્છા કાર્યક્રમ સાથે કલબ જેના હમેશાં ઋણી રહેશે અને આ ક્લબને ઉન્નતીને શિખરે લઈ જવામાં પાયાના પથ્થર એવા સ્વ. બીપીનભાઈ શાહના દીકરા સમાન જમાઈઓ અને દીકરીઓ શ્રી કેતનકુમાર શાહ, શિલ્પાબેન શાહ, શીતલકુમાર શાહ, અમીબેન શાહ ભાવેનકુમાર શાહના અતિથિવિશેષ પદે યોજવામાં આવ્યો હતો.
અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે અન્ય મહેમાનો શ્રી કેરશીભાઇ પટેલ, મીનાબેન પટેલ અને કલબના દિલદાર સભ્યશ્રી કાંતિભાઈ સોલંકીના ધર્મપત્ની શ્રીમતી જ્યોત્સનાબેન અને તેમની પુત્રવધુ શ્રીમતી જ્યોતિબેન અને વ્યારા તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી રાજુભાઇ શેઠની ઉપસ્થિતિ કલબ માટે પ્રેરણારૂપ હતી.

કાર્યક્રમની શરૂઆત શ્રીમતી તારાબેન પટેલની પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
મંત્રી શ્રીઅવિનાશ જોશી તરફથી સ્વ. બીપીનભાઈ શાહના જન્મદિવસ ૧૪. ફેબ્રુઆરી એ હોઈ સર્વ સભ્યો તરફથી પ્રણામ પાઠવી જન્મદિવસની શુભેચ્છા પાઠવી એમના તરફથી ક્લબને આપેલ સાથ સહકાર અને ભોગને બિરદાવી કલબ એમનું હમેંશા ઋણી રહેશે તેમ જણાવી મહેમાનોનો પરિચય આપી. કલબના દિલદાર સભ્યશ્રી કાંતિભાઈ સોલંકી તરફથી આપવામાં આવેલ દાન અને તેના થકી કેરમ, ચેસ, ટેબલ ટેનિસ ની હરિફાઈનું આયોજન થઈ શક્યું હતું. તેમનો આભાર માન્યો હતો.

ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી કલબના પદાધિકારીશ્રીઓ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.
ટેબલટેનિસ, કેરમ, ચેસની હરીફાઈમાં વિજેતા થયેલા સભ્યોને શ્રીમતી જ્યોત્સનાબેન અને જ્યોતિબેન તરફથી ઇનામો ની લ્હાણી કરવામાં આવી હતી.

કલબના ઉપપ્રમુખશ્રી મહેરનોઝ જોખી તરફથી સ્વ. શ્રી ડો.મહેન્દ્રભાઈ શાહ.સ્વ. શ્રી બીપીનભાઈ શાહ. સ્વ.શ્રી અજયભાઈ શાહને યાદ કરી તેઓના ચીંધેલા માર્ગે ક્લબને ઉત્તરોતર પ્રગતિ પંથે લઈ જવાનો નિર્ધાર વ્યકત કરી મહેમાનો તરફથી મળેલ દાનનો સાભાર સ્વીકાર કરી ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

ન.પા. વ્યારાના આરોગ્ય અધિકારી શ્રી રાજુભાઇ શેઠે કલબમાં જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી કલબમાં સભ્યો માટે ” બેટી બચાવો બેટી પઢાવો ” અંતર્ગત એક ડિબેટ હરીફાઈ કલબ ની જણાવેલ તારીખે રાખવા માટે સૂચન કર્યું હતું વિજેતાઓને જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી ઇનામો આપવા પણ જણાવ્યું હતું. કલબના આમંત્રણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

સામાન્ય મંત્રીશ્રી જયંતીભાઈ મેસૂરિયા તરફથી દરેક સભ્યોને જ્ન્મદિન શુભેચ્છા પાઠવી મહેમાનો દ્વારા પુષ્પ આપી મો મીઠું કરાવી પ્રતીક ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહેમાનો અને હાજર સભ્યો અલ્પાહાર લઈ છુટા પડ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *