

રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર
રિપોર્ટ યુનુસ મેમણ હિંમતનગર
ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો ગુજરાત પ્રદેશ આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આજે હિંમતનગર ખાતે ના જાગાસ્વામી હોલ ખાતે સાબરકાંઠા મહિલા મોરચા દ્વારા મહિલા સંમેલન યોજાયું હતું.જેમા ઉત્તમ સેવાઓ ઉત્તમ કામગીરી કરનારી દશ જેટલી મહિલાઓને સુષ્મા સ્વરાજ ૨૦૨૩ નો એવોર્ડ મહેમાનોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. .આ પ્રસંગે પ્રદેશ મહિલા અગ્રણી અને મુખ્ય વક્તા શ્રધ્ધાબેન ઝા તેમજ કુ.કૌશલ્યાકુવરબા. રેખાબેન ચૌધરી રાજ્યસભાના સભ્ય રમીલાબેન બારા નગરપાલિકા ના પ્રમુખ યતિનબેન મોદી જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી પટેલ. મહામંત્રી વિજયભાઈ પંડ્યા સાબરકાંઠા જિલ્લા ભાજપ ની મહિલા હોદ્દેદાર બહેનો સહિતની કાર્યકર બહેનો અને જિલ્લા ભરમાં થી મોટી સંખ્યામાં બહેનોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે બહેનોને મળતા લાભો કન્યા કેળવણી નિધિ બેટી બચાવો વધાવો કાર્યકમો જનની સૂરક્ષા મફત બસ પાસ સાઇકલ વિતરણ કુંવરબાઈનું મામેરું યોજના સહિતની યોજનાઓ જાહેરજીવનમાં બહેનોનો હિસ્સો પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓને ભાગીદારી બનાવવા નું કામ ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે.અનેકવિધ યોજનાઓનો જાહેરાતો મહિલાઓને સ્વાવલંબી સશક્ત બનાવ નાનું કામ ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે.દેશમા ઉચ્ચ સ્થાને મહિલાઓ વહીવટ કરી રહી છે અને સશક્ત છે એ બધુજ મહિલાઓ માટે આનંદની વાત છે સુનીતા વિલીયમ કલ્પના ચાવલાને યાદ કરી મહિલાઓ ને સ્વાવલંબી આને સાહસિક હોવાનું પણ મહેમાનો અને મંચસ્થ મહેમાન બહેનૈ દ્ગારા જણાવવામાં આવ્યું હતું.૨૦૨૪મા જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આદર્શ દેશ નું સંચાલન કરતા નરેન્દ્રભાઇ મોદી ના હાથ મજબૂત કરવા જંગી મતોથી વિજયી બના નવા માટે તમામ બહેનો જવાબદારી પૂર્વક કામ કરશે એવી આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ઉત્તમ સેવાઓ વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનારી મહિલાઓને સુષ્મા સ્વરાજ ૨૦૨૩ મહેમાનો ના વરદહસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હોવાનું જિલ્લા ભાજપ મીડીયા સેલના કન્વીનર પંકજભાઈ ધુવાડે એક અખબારી યાદીમાં જણાવ્યું છે ઉપરાંત આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નિલાબેન પટેલ પટેલ તથા મહામંત્રી તેમજ કાર્યક્રમ ના ઇન્ચાર્જ લીનાબેન વ્યાસના નેતૃત્વમાં કાર્યક્રમ સફળ તાપે ચાર ચાર ચાંદ લાગી ગયા હતા.
