હિરકણી મહિલા મંડળ દ્વારા મહિલા દિન ની ઉજવણી કરાઇ

શહેરના છ શહીદ જવાનો નિર્માતા અને પત્નીઓ નું સન્માન કરાયું

રિપોર્ટ : બીના પટેલ

ભારત દેશ ની સીમા પર ખડે પગે ઊભા રહેનાર આપણા સૈનિકો જ્યારે શહીદ થાય છે ત્યારે આપણે એક આપણો રક્ષક ગુમાવીએ છીએ. જેનું આપણ ને દુઃખ પણ થાય છે. ત્યારે આ વર્ષે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે હીરકણી કીટી ગ્રુપ ના કોકિલાબેન પવાર અને હિરકણી મહિલા મંડળની બહેનો દ્વારા વડોદરા ના છ શહીદ જવાનો ની માતા અને પત્નીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે કોકિલાબેન પવાર , હીનાબેન ડાડે,નૂતન ત્રિવેદી,રચના બોચરે,મીનાક્ષી વિષપૂતે અને વૈશાલી જગતાપ સહિત ની હિરકણી ગ્રુપ ની મહિલા ઓ એ શહીદ દીપક પવાર ની પત્ની,શહીદ સંજય સાધુ ની માતા,શહીદ દિવાકર ફ્લટનકર ના માતા,શહીદ આરીફ પઠાણ ની માતા અને શહીદ સાંગાડે પાટિલ ની પત્ની નું સન્માન કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *