ડાંગ સ્વરાજ આશ્રમ શાળા ખાતે વિશ્વ વન દિવસ ની ઉજવણી કરાઈ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

વનદિન ઉજવણીને પ્રાઘાન્ય આપી દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ડાંગ સ્વરાજ આશ્રમ શાળા, આહવા ખાતે વિશ્વ વન દિનની ઉજવણી કરાઈ હતી.

વિશ્વ વન દિન ઉજવણીના ભાગરૂપે ડાંગ સ્વરાજ આશ્રમ શાળાના તમામ વિઘાર્થી વર્ગને આવરી લેવામા આવ્યા હતા. જેમા વહેલી સવારે બાળકોને વન્યજીવ વૈવિઘ્યતાની એક નાની ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવવામા આવી. ત્યાર બાદ દક્ષિણ ડાગ વન વિભાગના મદદનીશ વન સંરક્ષક સુશ્રી આરતી ડામોર ઘ્વારા વિઘાર્થીઓમા વનની જાળવણી માટે રસ કેળવાય, તથા ભવિષ્યમા તેઓ વન સંરક્ષણમાં પોતાનું યોગદાન આપી શકે તે માટે જાગૃત કરવામા આવ્યા હતા.

સુશ્રી આરતી ડામોરે ભારતના જંગલો તથા ગુજરાતના જંગલોની સવિસ્તાર માહિતી આપી. ભારત દેશમા કુલ-૧૦૯ રાષ્ટ્રીય ઉઘાનો તથા ૫૬૭ અભ્યારણ્યો આવેલા છે. તેવી જ રીતે ગુજરાતમા મુખ્યત્વે ચાર નેશનલ પાર્ક અને ૨૩ અભ્યારણ્યો આવેલા છે. કચ્છનો છારીઢંઢનો વિસ્તાર કન્ઝવેશન રીઝર્વ તરીકે ઓળખાય છે.

ડાંગ જિલ્લા પર વઘુ પ્રકાશ ફેકતા સુશ્રી આરતી ડામોરે જણાવ્યુ હતુ કે, વાંસદા નેશનલ પાર્ક એ દક્ષિણ ગુજરાતનુ એકમાત્ર રાષ્ટ્રીય ઉઘાન છે. તેવી જ રીતે પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી પણ વન સંપદાથી ભરપુર છે. તેમણે વિઘાર્થીઓને ડાંગ વન વિભાગ તરફથી ચાલતાં પ્રકૃતિ શિક્ષણ શિબિરો, વિવિઘ કેમ્પ સાઇટ, વન વિભાગની નર્સરીઓ તથા સાપુતારા ખાતે આવેલ ટ્રાયબલ મ્યુઝિયમની શિક્ષકો સાથે શાળા પ્રવાસ, આયોજનમા ભાગ લેવા તથા વન અને પર્યાવરણનું જ્ઞાન મેળવી જાગૃતતા લાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમમા ધોરણ ૧ થી ૫ ના વિઘાર્થીઓ માટે વન દિન નિમિત્તે ચિત્ર સ્પર્ઘા તથા ૬ થી ૮ ના બાળકો માટે ‘વિશ્વ વન દિવસ-૨૦૨૩ ફોરેસ્ટ એન્ડ હેલ્થ’ વિષયક નિબંઘ સ્પર્ઘાનુ આયોજન કરવામા આવ્યુ. જેમાં વિઘાર્થીઓએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીઘો હતો. ૧ થી ૩ નંબરના વિજેતા વિઘાર્થીઓને દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ રાઘાક્રિષ્ના (આઇ.એફ.એસ) ઘ્વારા ઇનામ વિતરણ કરવામા આવ્યુ હતુ. સાથો સાથ સ્પર્ઘામાં ભાગ લેનાર શાળાના તમામ વિઘાર્થીઓને વિશ્વ વન દિન નિમિત્તે પાણીની બોટલ ભેટરૂપે આપવામા આવી હતી.

વિશ્વ વન દિવસની ઉજવણી નિમિત્તે વઘઇ બોટાનીકલ ગાર્ડન ખાતે ડાંગના વૈદ્યરાજ, ભગતોને બોલાવી તેમને આયુવેર્દિક રોપાઓનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *