ડો ધર્મેશ પંડ્યાના ઇતિહાસ વિષયના છ પુસ્તકોનું વિમોચન

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

શ્રી ર .ફ .દાબુ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાના 50 વર્ષની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે કોલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર ધર્મેશ પંડ્યાના ગુજરાતમાં સામાજિક ધાર્મિક સુધારણા,આઝાદી આંદોલનમાં પાયાના કાર્યકરો નું પ્રદાન,આઝાદી આંદોલનમાં ગુજરાતની સ્ત્રીઓનું યોગદાન ,દક્ષિણ ગુજરાતની સ્ત્રી સંસ્થાઓ, ઇતિ મહિમ્ન અને ઇતિ ભવ્યમ જેવા ઇતિહાસ વિષયક છ પુસ્તકોનું વ્યારાના શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના માનનીય કુલપતિ શ્રી ડો કીશોરસિંહ ચાવડા સાહેબ બિરસા મુંડા યુનિવર્સિટી ,રાજપીપળાના માનનીય કુલપતિ શ્રી ડો મધુકર પાડવી સાહેબ તથા કેળવણી મંડળના હોદ્દેદારોના વરદ હસ્તે વિમોચન થયું હતું. દક્ષિણ ગુજરાતના ઇતિહાસની જાણકારી અને સંશોધન માટે ભવિષ્યના સંશોધકો અને અભ્યાસુઓને ડોક્ટર પંડ્યાના આ પુસ્તકો ખૂબ જ ઉપયોગી થશે. આ પ્રસંગે કોલેજના આચાર્ય પ્રિન્સિપાલ ડોક્ટર હિતેન્દ્રસિંહ ખારવાસીયા સાહેબે ડો પંડ્યાને પોતાના વક્તવ્યમાં શુભેચ્છા પાઠવી પુષ્પગુચ્છ આપી બિરદાવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *