



દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર ભુજ તથા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર માધાપર, સુખપર, નારાણપર તથા અંજાર દ્વારા શહીદ દિન તથા ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલના જન્મદિન નિમિત્તે નિ:શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન તથા નિ:શુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી જોરાવરસિંહ રાઠોડ , કિરીટસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત સદસ્ય મનજીભાઇ ખેતાણી , નરનારાયણ દેવ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ મનજીભાઇ ગોરસીયા, કેશરાભાઇ વેકરીયા, કાનજીભાઇ વેકરીયા, ભાવનાબેન વેકરીયા, મહેન્દ્રભાઇ સેંઘાણી, ભગવતીબેન સેંઘાણી , હરજીભાઇ વેકરીયા, નારણ વેકરીયા, અરજણભાઇ છાંગા, રણછોડભાઇ વરચંદ, સંજય વરચંદ, દિનેશભાઇ વેકરીયા, દિલીપભાઇ માતા, દિપાલીબેન વેકરીયા, સાગરભાઇ સેંઘાણી , શંકરભાઇ પટેલ, વાલજીભાઇ છાંગા, કિશોરભાઇ વરચંદ, હાર્દિક માતા, મહેન્દ્રભાઇ સેંઘાણી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન જન ઔષધી કેન્દ્રના ડો.દિપક સેંઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.