
કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સોનગઢ પોલીસ વિભાગના વિવિધ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. પ્રજા દ્વારા રજુઆત થતા વિવિધ પ્રશ્નો અને પોલીસ વિભાગના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે સોનગઢ અને ઉકાઇ ખાતે નવા પોલીસ સ્ટેશન માટેની દરખાસ્ત અંગે સૌને જાણકારી આપવામાં આવી હતી. મંત્રીશ્રીએ પોલીસ વિભાગને તાપી જિલ્લો આદિવાસી વિસ્તાર હોઇ સંવેદનશિલ સાથે પ્રેક્ટીકલ બની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.