લુપિન ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને ટ્રેક્સુટ વિતરણ કરવામાં આવ્યા.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

સામાજિક ઉત્તરદાયિત ના ભાગરૂપે Lupin ફાઉન્ડેશન દ્વારા કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 અંકલેશ્વરના 212 વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા. વિતરણ સમારંભમાં લુકિંગ લિમિટેડના એડમીન હેડ શ્રી ચૈતન્ય સિંહ રાઠોડ સીએસઆર વિભાગના શ્રી લક્ષ્મણ ખોસે, શાસન અધિકારી શ્રી ભારત સલાટ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું શબ્દ સુમન વડે સ્વાગત મુખ્ય શિક્ષિકા શ્રી ભારતીબેન ગાંધીએ કર્યું હતું. શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શ્રી ગજેન્દ્ર પટેલે લુપીન ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી ભવિષ્યમાં પણ સહકારની કામના કરી હતી. શાસન અધિકારી શ્રી ભારત સલાટે વિદ્યાર્થીઓને આપેલ સહકાર બદલ કંપનીના અધિકારીશ્રીઓનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેજુલ કાપડિયાએ સાંભળ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *