સ્વચ્છતોસ્તવ કાર્યક્રમ અંબાજી મંદિર સેક્ટર 14 ખાતે યોજાયો

સ્વચ્છતોસ્તવ કાર્યક્રમ અંબાજી મંદિર સેક્ટર 14 ખાતે યોજાયો આ કાર્યક્રમમાં શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા મહાત્મા ગાંધી નું ઉદાહરણ આપી બહેન ભાઈ ઓ ને સમજાવ્યું હતું કે સ્વચ્છતા માં આરોગ્ય નો ફાયદો થાય છે અને સ્વચ્છતા માં ભગવાન નો નિવાસ હોય છે. મહાનગર પાલિકા ગાંધી નગર ના શ્રી રાહુલ ભાઈ રામી એ સ્વચ્છતા અંગે માહિતી આપી હતી. તેઓની સાથે અન્ય હેતલ બેન દસાડીયા, નીતા બેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ નું સુંદર આયોજન ડૉ ગુલાબ ચંદ પટેલ બુથ પ્રમુખ 158, શ્રી જયંત ચૌહાણ અને ધર્મિષ્ઠા બેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં શ્રી કાંતિ ભાઈ પટેલ એડવોકેટ, શ્રી બાબુભાઈ પરમાર મનુ ભાઈ પારેખ શક્તિ મંડળ ના પ્રમુખ નૈમિષા બેન પંડયા મંડળ ની તમામ બહેનો સાથે અને શ્રીમતી ઉષા બેન ચૌહાણ પ્રમુખ માતૃ ગ્રુપ વંદના ગ્રુપ ની બહેનો સાથે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બહેનો એ પ્રશ્નો રજૂ કર્યા હતા. શ્રી રામીભાઈએ કોર્પોરેશન દ્વારા યોજાનાર સ્વચ્છતા રેલી માં જોડાવા માટે નિમંત્રણ આપ્યું હતું. અંત માં કાંતિ ભાઈ પટેલ એડવોકેટ દ્વારા સૌનો આભાર માન્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *