શહેર ભાજપ ‘કમલમ’ કાર્યાલય ખાતે ‘બુથ સશકિતકરણ’ અને કાર્યકર્તા સી.પી.આર. ટ્રેનીંગ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ : માર્ગદર્શન આપતા કમલેશ મિરાણી

યુવાનોમાં હાર્ટએટેકને કારણે મૃત્યદર વધી રહયો છે ત્યારે ભાજપનો કાર્યકર્તા હંમેશા ‘સેવા હી સંગઠન’ ના માધ્યમથી સમાજ વચ્ચે કામ કરવા ટેવાયેલો છે. ટ્રેનીંગ અભિયાનમાં વોર્ડદીઠ કાર્યકર્તાઓ રજીસ્ટ્રેશન કરી સી.પી.આર. ટ્રેનીંગ લેશે

                બુથ એકમને મજબૂત કરવા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડૃાજીની સૂચના મુજબ પાર્ટી ધ્વારા દેશભરમાં 'બુથ સશકિતકરણ અભિયાન' નું આયોજન થયેલ છે.  તે અંતર્ગત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ તમામ મહાનગરમાં 'બુથ સશકિતકરણ' કાર્યક્રમ યોજાઈ રહયો છે તે અંતર્ગત  શહેર ભાજપ 'કમલમ' કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, બુથ સશકિતકરણ અભિયાનના કીરણબેન માકડીયા, શૈલેષ હાપલીયા, માધવ દવે તેમજ વિક્રમ પુજારા, નિતીન ભુત, હાર્દીક બોરડ સહીતના ની ઉપસ્થિતિમાં  શહેર ભાજપ 'કમલમ' કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. 
               આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ 'બુથ સશકિતકરણ' અભિયાન અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ. તેમજ હાલ યુવાનોમાં હાર્ટએટેક થવાના કારણે મૃત્યુદર વધી રહયો હોય તે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ધ્વારા આગામી ર જી એપ્રીલના રોજ તબીબી તજજ્ઞો ધ્વારા રાજયની તમામ ૩૮ મેડીકલ કોલેજોમાં સી.આર.પી. ટ્રેનીંગ અભિયાન યોજાઈ રહયું છે ત્યારે ભાજપનો કાર્યકર્તા હંમેશા 'સેવા હી સંગઠન' ના માધ્યમથી સમાજ વચ્ચે કામ કરવા ટેવાયેલો છે. ત્યારે આ ટ્રેનીંગ અભિયાનમાં વોર્ડદીઠ કાર્યકર્તાઓ રજીસ્ટ્રેશન કરી સી.પી.આર. ટ્રેનીંગ લેશે ત્યારે આ અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું.
                આ બેઠકમાં શહેરના હોદેદારો, વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી સહિતના ઉપસ્થિત રહયા હતા. આ બેઠકની વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *