

રિપોર્ટ : બીના પટેલ
ભગવાન શ્રી રામ ના અવતરણના પાવન પર્વ શ્રીરામનવમી પ્રસંગે આણંદ વિધાનસભાના વિદ્યાનગર ખાતે શ્રીરામ જન્મોત્સવ શોભાયાત્રા સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રા માં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાંસદશ્રીની સાથે આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, પૂર્વ સાંસદશ્રી દિલીપભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન, શ્રી મયુરભાઈ સુથાર, વિદ્યાનગર શહેર પ્રમુખ શ્રી તેજશભાઈ પટેલ, સંઘ આગેવાન શ્રી હરેશભાઇ સાણી, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્યશ્રી આષવભાઈ પટેલ, શ્રી કિરણભાઈ પટેલ, શ્રી સ્વપ્નિલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભવિકભક્તો ઉપસ્થિત રહ્યા હતા.