માંડવી નગર પાલિકા ના ઉપપ્રમુખ શ્રી ગીતાબેન ગોર દ્વારા વહાલી દીકરી યોજના નો કાર્યક્રમ યોજાયો

ભારત ના સ્વપ્નદ્રષ્ટા અને લોકપ્રિય વડાપ્રધાન મા શ્રી નરેન્દ્રભાઈ મોદી નો ‘બેટી બચાવો બેટી પઢાઓ’ સૂત્ર ને પ્રોત્સાહિત કરતી ગુજરાત સરકાર ના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની સંવેદનશીલ સરકાર ની ‘વહાલી દિકરી યોજના’ હેઠળ તબેલા વિસ્તાર અને રામેશ્વર વસાહત ની ૧૩ દિકરી ઓ ને આ યોજના હેઠળ લાભાર્થી બનાવી અને રમકડાં ની સોગાત આપવામાં આવી. આ યોજના મા અગાઉ બે સંતાન ની મર્યાદા હતી પરંતુ શ્રી વિજયભાઈ રૂપાણી ની સંવેદનશીલ સરકાર ખરા અર્થમાં બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર ને સાર્થક કરવા આ યોજના મા સુધારો કરી બે ને બદલે ત્રણ સંતાન સુધી આવરી લેવામાં આવ્યા છે.  આ યોજના હેઠળ લાભાર્થી દિકરી ના જન્મ પછી એક વર્ષ મા આ ફોર્મ ભરી શકાય છે અને આ દીકરી ના પ્રથમ ધોરણ ના પ્રવેશ સમયે પાંચ હજાર,નવમા ધોરણમાં પ્રવેશ સમયે પાંચ હજાર અને અઢાર વર્ષ પૂર્ણ થયે એક લાખ રૂપિયા મળવા પાત્ર થાય છે. આજ ના આ કાર્યક્રમ માં માંડવી શહેર ભાજપ પ્રમુખ શ્રી દેવાંઘ ભાઇ દવે ઉપસ્થિત રહી આ યોજના હેઠળ વધારે દિકરીઓ લાભાર્થી બને એવી અપીલ કરી હતી. આ કાર્યક્રમ ની વિસ્તૃત માહિતી શ્રી કુનાલ ભાઇ ડાઘા એ આપી હતી શ્રી વિનુભાઈ થાનકી, શ્રી શબીર ભાઇ કીચા,શ્રી અલ્તાફ ભાઇ આગરીયા, શ્રી હમીદભાઇ મેમણ અને શ્રી બશીર ભાઇ કીચા,શ્રી લતાબેન ડાઘા અને શ્રી મુમતાઝ બેન સુમરા તથા શ્રી અમાબેન કોરેજા એ હાજરી આપી હતી. આંગણવાડી ની બહેનો શ્રી અસ્મિતા બેન ગોર અને શ્રી દિશાબેન ખારવા લાભાર્થી ઓ ને ઘર જઇ ફોર્મ ભરવા ની જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *