અંકલેશ્વર ના વિવિધ વિસ્તાર, બસ સ્ટેશન , રેલ્વે સ્ટેશન સહીત વિસ્તાર માંથી 100 થી વધુ બાળકો ને ગુપ્તા ફાર્મ ખાતે આલીશાન પીકનીક કરવામાં આવી : બાળકોને સ્વિમિંગ પુલ ની મજા સાથે નવા કપડા, નવા ચપ્પલ, ટુવાલ તેમજ વિશેષ ભોજન પીરસાયું : તમામ બાળકો વાળ કાપી અપટુડેટ કરી નવો જ લુક પણ આપવામાં આવ્યો








કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ગરીબ અને રખડતા ભટકતા બાળકો માટે અનોખી વન ડે પિકનિક યોજાઈ હતી.
અંકલેશ્વર ના વિવિધ વિસ્તાર, બસ સ્ટેશન , રેલ્વે સ્ટેશન સહીત વિસ્તાર માંથી 100 થી વધુ બાળકો ને ગુપ્તા ફાર્મ ખાતે આલીશાન પીકનીક કરવામાં આવી હતી. બાળકોને સ્વિમિંગ પુલ ની મજા સાથે નવા કપડા, નવા ચપ્પલ, ટુવાલ તેમજ વિશેષ ભોજન પીરસ્યું હતું.તમામ બાળકો વાળ કાપી અપટુડેટ કરી નવો જ લુક પણ આપવામાં આવ્યો હતો.
સમાજ સેવા માં નવતર અભિગમ અપનાવતા અંકલેશ્વર ના સામાજિક કાર્યકરો દ્વારા નવતર પ્રયોગ અંકલેશ્વર માં કરી લોકો માટે સમાજ સેવા ની નવી રાહ ખોલી છે. અંકલેશ્વર ના સમાજ સેવક અને ગુંજ સોશ્યલ ગ્રુપ ના પ્રમુખ સુધીર ગુપ્તા, તેમજ સામાજિક કાર્યકર એવા ગણેશ અગ્રવાલ દ્વારા શહેરમાં વસતા રખડતા-ભટકતા, શ્રમિક બાળકો તેમજ ગરીબ પરિવાર ના બાળકો માટે પીકનીક ની મજા નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમના મિત્રો રાહુલ વામજા, ભાવેશ વામજા, મુકુંદ પટેલ, મિનેષ ઝઘડિયા વાલા સહીત નો સાથ મળ્યો હતો. સવારે શહેરના વિવિધ વિસ્તાર ફરી આવા 100 થી વહુ બાળકો ને એકત્ર કરી વાહન મારફતે ગુપ્તા ફાર્મ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકો ને સ્વિમિંગ પુલ ની મજા વોટરપાર્ક ની જેમ માળી હતી. તો તમામ ને નવા કપડાં, ટુવાલ અને ચપ્પલ આપવામાં આવ્યા હતા તો વિવિધ રમત રમાડવામાં આવી હતી. અને તમામ ને ભરપૂર આનંદ પ્રમોદ કરવી નાસ્તા તેમજ જમવા ની પણ મજા કરાવી હતી. મધ્યમવર્ગીય બાળકો માટે જે આમ બાબત હોય તે આ શ્રમિક બાળકો કે રખડતા ભટકતા બાળકો માટે સપના સમાન હોય છે તેઓ ને આ ઈચ્છા પણ સામાજિક કાર્યકરો દ્વારા પુરી કરવામાં આવતા બાળકો ના ચહેરા પર અનોખું સ્મિત ફેલાયું હતું.