અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ૧૦ એપ્રિલે માન. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજાશે

સંમેલનની તૈયારીના ભાગરૂપે આજરોજ પ્રાંત અધિકારી શ્રી મોડાસાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ૧૦ એપ્રિલે માન. રાજયપાલશ્રીની ઉપસ્થિતિમા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ વિષયક સંવાદ કરશે. આ પરિસંવાદનો હેતુ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોમાં જાગૃત્તિ વધારવાનો છે. ઉલ્લેખનીય છે કે પ્રાકૃતિક ખેતીના નવતર અભિગમ થકી પર્યાવરણની જાળવણી શક્ય બને છે. વધુમાં આ ખેતી નફાકારક પણ છે એ રીતે જોવા જઇએ તો પ્રાકૃતિક કૃષિ થકી દેશમાં ખેડૂતોની ઉન્નતિની નવી દિશાઓ ખૂલે તેમ છે.
દેશના વિવિધ રાજ્યોમાં પ્રાકૃતિક કૃષિ અપનાવો અભિયાન તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.આ પરિસંવાદમાં જિલ્લાના ખેડૂતો ભાગ લેશે. પ્રાકૃતિક ખેતીના નવતર અભિગમ બાબતે જિલ્લાના ખેડૂતો રાજ્યપાલ સાથે સંવાદ કરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમના આયોજન માટે આજરોજ પ્રાંત અધિકારી શ્રી મોડાસાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ જેમા વિવિધ સમિતિઓને જરૂરી સુચનો કરવામાં આવ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *