




કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર માં વિવિધ હનુમાજી મંદિર ખાતે હનુમાન જયંતિ ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી સવાર થી હનુમાનદાદા ના દર્શન માટે ભક્તો ની લાંબી કતારો લાગી હતી સાથે મહાપ્રસાદી નો પણ લ્હાવો લીધો હતો ,
. આજે હનુમાન જયંતિ છે સંકટમોચન હનુમાન, મોટા પહાડોને ઉપાડનાર, સમુદ્ર પાર કરનાર અને ભગવાનનું કાર્ય સ્વયં સંભાળનાર, ચૈત્ર માસની પૂર્ણિમાની તારીખે જન્મ્યા હતા. આ પ્રસંગે, દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખ એટલે કે રામ નવમીના બરાબર છ દિવસ પછી હનુમાન જન્મોત્સવનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર સમગ્ર વિશ્વમાં ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. હનુમાન જન્મોત્સવમાં ભગવાન હનુમાનની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે હનુમાન જન્મોત્સવના દિવસે નિયમ પ્રમાણે મહાબલી હનુમાનની પૂજા કરવાથી તમામ વિઘ્નો અને અવરોધોનો અંત આવે છે. સાથે જ ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. તેમના માર્ગ પર ચાલનારાઓને કોઈ સંકટનો સામનો કરવો પડતો નથી ત્યારે અંકલેશ્વર માં હનુમાન જયંતિ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી . શહેર ના ચૌટાબજાર ,હાંસોટ રોડ ઉપર ભીડભંજન હનુમાનજી ,હનુમાનવાડી ,પુનગામ સ્થિત લાખાહનુમાનજી નૌગામા ગામ પાસે ના રોકડીયા હનુમાનજી મંદિર સહીત ના મંદિરો ખાતે હનુમાન જયંતિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પૂજાપાઠ સહીત મહાપ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું