






શહેર ભાજપ ના આગેવાનો એ કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સંબોધન નિહાળ્યું
કમલમ્ ન્યુઝ નરેન્દ્ર પટેલ
ભારતીય જનતા પાર્ટી આજે એટલે કે 6 એપ્રિલે તેનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ મોરચા દ્વારા જવાહરબાગ ખાતે પુષ્પાજંલી અર્પણ કાર્યક્રમ નું આયોજન કરી ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સંબોધન નિહાળ્યું હતું










ભાજપ ના સ્થાપના દિવસ નિમિતે અંકલેશ્વર શહેર ભાજપ ના પ્રમુખ નરેન્દ્ર પટેલ ની અધ્યક્ષતા હેઠળ જવાહર બાગ ખાતે પ્રસ્થાપિત ડો.શ્યામપ્રસાદ મુખર્જી ,અટલબિહારી બાજપાઈ અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી બાદ મેઘન આર્કેડ ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટીના સ્થાપના દિવસ પર દેશભરના કાર્યકર્તાઓ ના સંબોધન નું સીધું પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસન્ગે જીગ્નેશ અંદાડિયાં .મિનેષ ગાંધી ,પાલિકા ના ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ ,સહીત ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા