અંકલેશ્વર ની નોબલ સ્ક્રેપ માર્કેટ માં એક ભંગાર ના ગોડાઉન માં ભીષણ આગ લાગી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ની નોબલ સ્ક્રેપ માર્કેટ માં એક પ્લાસ્ટિક નો ભંગાર ભરેલ ગોડાઉન માં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી ,આગ બાજુમાં આવેલ અન્ય ચાર જેટલા ગોડાઉન અને બે દુકાનો માં ફેલાતા આગ વિકરાળ બની હતી ,10 જેટલા ફાયર બ્રિગેડે બે કલાક ની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ,જો કે આગ ની ઘટના ના પગલે નાયબ કલેકટર ,મામલતદાર ,જીપીસીબી તેમજ ડીવાયએસપી સહીત પોલીસ નો કાફલો દોડી આવ્યો હતો સદ્ભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી

અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવે ની બાજુમાં આવેલ નોબલ સ્ક્રેપ માર્કેટમાં અફઝલ ફકરેલ આલમખાન નું ગોડાઉન આવેલું છે ,તેઓ એ અન્ય ભંગારીયા ને ભાડે થી ગોડાઉન આપ્યું છે ,આ ગોડાઉન માં ભંગારીયાઓ દ્વારા પ્લાસ્ટિક ,પ્લાસ્ટિક બેગ ,પુઠ્ઠા ,બેરલો સહીત નો જથ્થો સંગ્રહ કર્યો હતો ત્યારે આ ગોડાઉન માં અચાનક આગ ફાટી નીકળી હતી જો કે પ્લાસ્ટિક નો જથ્થો હોવાના કારણે આગ વધુ ફેલાતા નાશભાગ મચી જવા પામી હતી આગ વધુ વિકરાળ બનતા પાંચ થી સાત કિલોમીટર સુધી આગની લપટો અને ધુમાડા નજરે પડ્યા હતા. આગ ની જાણ પાનોલી જીઆઇડીસી ફાયરસ્ટેશન માં કરવામાં આવતા ફૌર ટેન્ડરો સાથે ફાયટરો દોડી આવ્યા હતા જો કે આ ગોડાઉન ને અડી ને આવેલ 4 થી 5 જેટલા ઓપન ગોડાઉનમાં સંગ્રહ કરેલ ભંગાર ના જથ્થા માં ફેલાતા આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ બે દુકાનો ફેલાય હતી ,આગ બેકાબુ બનતા અંકલેશ્વર ડીપીએમસી ,નગર પાલિકા ખાનગી કંપની તેમજ ભરૂચ જીએનએફસી ના ફાયર બ્રિગેડ મળી 10 થી વધુ ફાયર ટેન્ડરો આવી પહોંચી પાણી નો મારો ચલાવ્યો હતો ,આ ભીષણ આગ ની ઘટના ના પગલે અંકલેશ્વર ના નાયબ કલેકટર નતીષા માથુર ,મામલતદાર કરણસિંહ રાજપૂત ,સહીત ડીવાયએસપી તેમજ જીઆઇડીસી પોલીસ નો કાફલો દોડી આવ્યો હતો અને ફાયર બ્રિગેડે બે કલાક ની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જો કે સદ્ભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *