
અમદાવાદ થી મોડાસા આવેલા બ્રાંચ મેનેજર નો જીવ બચાવાયો
અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી
અમદાવાદ નાં નરોડા વિસ્રતાર ની પોલીસને એક મહિલાએ જાણ કરી હતી કે તેનો પતિ વર્ક લોડના કારણે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે મહિલાની રજૂઆત સાંભળતા પોલીસે વ્યક્તિનું લોકેશન શોધ્યું હતું. ત્યારબાદ તે વ્યક્તિને ફોન કરીને પોલીસે વાતોમાં ગૂંચવી રાખ્યો હતો અને મોડાસા પોલીસની મદદ મેળવીને બ્રાંચ મેનેજરનો જીવ બચાવી લીધો હતો.
શ્રવણ કુમાર નામના વ્યક્તિ કેનેરા બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે કામના પ્રેસરને કારણે તેઓ ને વિચાર આવતા આત્મહત્યા કરવા જતો રહ્યો હતો. તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા હોવાનો મેસેજ તેમની પત્નીને મળતા બ્રાંચ મેંનેજરની પત્નીએ તાત્કાલિક નરોડા પોલીસ સ્ટેશને પહોચી હકીકત જણાવી હતી ત્યારબાદ પોલીસે તરતજ એક્ટિવ બની એક ફોન કોલના આધારે માત્ર દોઢ કલાકમાં જ આત્મહત્યા કરનાર વ્યક્તિનો નરોડા પોલીસે મોડાસા પોલીસની મદદથી જીવ બચાવ્યો હતો. જીવ બચતા શ્રવણ કુમાર અને તેમની પત્નીએ નરોડા અને મોડાસા પોલીસનો આભાર માન્યો હતો. અ અંગે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે ભાટિયાએ જણાવ્યું હતું કે, સોમવાર ની સાંજે 5 વાગ્યાના અરસામાં એક મહિલા રજૂઆત કરવા આવ્યા હતા. જેની ગંભીર નોંધ લઈને લોકેશનનાં આધારે શ્રવણકુમારનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
નરોડા પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ રજૂઆત કરવા આવેલી .મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેના પતિ શ્રવણકુમાર સ્વામીએ તેને બપોરે મેસેજ કરીને આત્મહત્યા કરવાનું જણાવ્યું છે. જે મેસેજમાં લખ્યું હતું કે, હાય માય લવ,આઈ લવ યુ સો મચ, યાર મેં રિશ્વત કે એલિગેશન કે સાથ નહીં રહે શકતા,મેને કિસી સે કોઈ પૈસા નહીં લિયા હૈ, સિરોહિજી કો બોલ દેના ખૂબ ઇન્વેસ્ટિગેશન કરવાએ.બાય બાય બાય.અબ મેં શાયદ તુજે નહીં મીલુ. ક્યું કી મુજે ભી નહીં પતા મેં કહા જાઉંગ,સિર્ફ ઓફિશિયલ વર્ક કર કારણ મેં જ્યાદા પ્રેસર મેં હું એન્ડ કુછ ઓર એકાઉન્ટ ભી NPA કઈ લાઇન મેં હૈ. આઈ કાન્ટ હેન્ડલ ઓલ ધીસ, અગર મેં તુજે બતા કે જાતા તો તું નહીં જાને દેતી.સોરી યાર બટ મેં ભી મજબુર હું, બાય.. બાય …બાય.,,,
મહિલાએ પોતાના મોબાઈલ પર આવેલા મેસેજને પીઆઇ ભાટિયાને બતાવતા પીઆઇ ભાટિયાએ ઝોન-4 ડીસીપી કાનન દેસાઈને જાણ કરી હતી. કાનન દેસાઈએ તાત્કાલિક ધોરણે લોકેશન સહિતની ટેકનીકલ વિગત કઢાવી શ્રવણકુમારનો જીવ બચાવવા નરોડા પોલીસને જણાવતા તરતજ પોલીસે લોકેશન કાઢવતા 3 અલગ અલગ લોકેશન મળ્યા હતા, જેમાં મોડાસાનું છેલ્લું લોકેશન મળ્યું હતું સ્થિતિની ગંભીરતા પારખી પોલીસની એક ટીમને મોડાસા જવા રવાના કરી દેવામાં આવી હતી. બીજી તરફ પોલીસ દ્વારા ફોન કરી શ્રવણકુમાર સાથે વાતચીત કરવાની શરૂ કરવામાં આવી. પોલીસે મોડાસા પોલીસને જાણ કરી લોકેશન મોકલ્યું હતું. જેથી મોડાસા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમજા વટ પૂર્વક વાતચીત કરીને શ્રવણકુમારને આત્મહત્યા કરતા રોકી લીધા હતા.નરોડા પોલીસની ટીમ મોડાસા આવી પહોચતા મોડાસા પોલીસે શ્રવણકુમારને નરોડા પોલીસને સુપ્રત કરતા તેઓને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.