અંદાજીત રૂ. 66 લાખના ખર્ચે બે માળની કચેરી બનાવવામાં આવશે
પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે વેરાવળ ખાતે જી.એફ.સી.સી.એ.ની કચેરીનુંખાતમુર્હત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી પરષોત્તમભાઇ સોલંકી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જી.એફ.સી.સી.એ.ની નવી કચેરીનું ભૂમિ પૂજન કર્યા બાદ પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂ. 66 લાખના ખર્ચે ભીડીયા ખાતે જી.એફ.સી.સી.એ.ની નવી બે માળની કચેરી બનાવવામાં આવશે. જેમાં જન સંપર્ક કાર્યાલય, ડિરેક્ટરશ્રીની ઓફિસ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, પૂર્વ રાજ્ય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, અગ્રણીશ્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, જી.એફ.સી.સી.એ.ના સેક્રેટરી નલીનભાઈ ઉપાધ્યાય, મેનેજર બી.ટી.જોધા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.








