ઓપન એર થિયેટર સુરક્ષિત રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે…
“ભુજ શહેરના એક માત્ર જાહેર મનોરંજનન સ્થળ અને સાંસ્કૃતિક ધરોહર બનતુ ઓપનએર થિયેટરના સ્થાને નગરપાલિકા ની ક્ચેરી બનાવવાના નિર્ણય સામે નગરપાલિકા ક્ચેરી ખાતે કલાકારો એકત્ર થયા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. શહેરની ત્રીસ જેટલી સંસ્થા – કલાકારો એ ઓપનએર થિયેટર તોડી પાડી કચેરી બનાવવાના નિર્ણય ને વખોડી કાઢયો હતો અને રજુઆત કરી હતી કે સુવિધા વિનાના ટાઉનહોલનુ મોંઘુ ભાડુ ન પરવડે ત્યા ઓપનએર થિયેટર ને દુરસ્ત કરવાની જગ્યાએ ધ્વસ્ત કરી કચેરી નિર્માણ નો નિર્ણય દુખ પહોચાડનાર છે. કલાકારો આ જગ્યાને પોતાની કલા પ્રસ્તુતિનુ માધ્યમ ગણે છે ત્યારે એકમાત્ર મનોરંજનના આ સ્થાનની જગ્યાએ કચેરી બનાવવી એ નિર્ણય સદંતર ખોટો છે અને તે પાછો ખેંચાવો જોઇએ. આ તબક્કે નગરપાલિકા ના સતાધિશો હાજર ન હોતા હેડકલાર્કને આવેદનપત્ર સુપ્રત કરેલ. કલાકારો ની વેદનાને મુખ્યમંત્રી શ્રી, સંસદસભ્યશ્રી,ધારાસભ્યશ્રીને આવેદનપત્ર ની જાણ કરી ફેરનિર્ણય ની તરફદારી કરવા વિનંતી કરવામાં આવી છે તો કલેકટરશ્રીને પણ આવેદનપત્ર રૂબરૂમાં આપેલ અને દરમ્યાનગીરી કરવા વિનંંતી કરવામાં આવી હતી.જેનો હકારાત્મક પ્રતિસાદ આપવા કલેકટરશ્રીએ હૈયાધારણ આપેલ. વિશેષ માં જન પ્રતિનિધિઓ પણ ઓપન એર થિયેટર સુરક્ષિત તેવા પ્રયાસો હથધરે તેવા વર્તારા જણાઈ રહ્યા છે.
આમ જનતા ના આ પ્રશ્ન ને વાચા આપવા અને ફરીથી ઓપન એર થિયેટર ને બેઠું કરવા બધાજ શહેર નાગરિકો , સંસ્થાનો અને જન પ્રતિનિધિઓ આગળ આવી રહ્યા છે આ અંગે વિશેષ અભિપ્રાય વ્યકત કરતાં સામાજિક અગ્રણી અને કલા જગત સાથે સંકળાયેલા ઝવેરીલાલ સોનેજી અને ભુજ ના નાગરિકો નો વર્તારો એવો છે કે ભુજ ના નાગરિકો અને કલા સંસ્થાનો એ જયારે ભુજ નગરપાલિકા તરફથી ટેમ્પરેરી સીટી બસ સ્ટેશન ઓપન એર થિયેટર પાર્કિંગ ઝોન મા બનાવતી વખતે અને રેનબસેરા ની વેક્લપિક વ્યવસ્થા ઉભી કરવામાં આવતી વખતે ભુજ ની જનતા અને સંસ્થાનો એ માનવી અભિગમ અપનાવ્યો હતો છતાં આમ પણ નાગરિકો અને કલા જગત સાથે સંકળાયેલા લોકો તરફ અમુક લોકો અને પાલિકા ખોટી રીતે આ પ્રજાલક્ષી કાર્ય મા શહેરીજનો અને જન પ્રતિનિધિઓ નું ધ્યાન ભ્રમિત કરવામાં આવી રહ્યું છે… હકીકત માં સિટી બસ સ્ટેશન ઓપન એર થિયેટર મા આવેલ પાર્કિંગ ઝોન ની જગ્યા એ ટેમ્પરેરી સેડ રૂપે હંગામી ધોરણે બનાવવામાં આવ્યું હતું જયાં સુધી રેનબસેરા ની વાત છે તો પરિસ્થિતિ નજરે પાલિકા તરફથી હંગામી ધોરણે વેક્લપિક વ્યવસ્થા કરવામાં આવતી હોય ત્યારે ભુજ ના નાગરિકો અને કલા સંસ્થાનો માનવીય અભિગમ અપનાવે તે સ્વાભાવિક છે.. પરંતુ એનો અર્થ એવો નથી કે જે તે વખતે ભુજ ના નાગરિકો કે કલા સંસ્થાનો એ વિરોધ નો તો કર્યો.. જયાં સુધી પાલિકા કે કોઈ પણ એક પક્ષ રાખનાર વ્યક્તિઓ ની આ વાત ભુજ ના નાગરિકો કે સંસ્થાઓ ને ગળે ઉતરે તેવું જણાતું નથી.. છેલ્લા ઘણાં સમય થી બેન્કિંગ સેત્રે કચ્છ સાથે સંકળાયેલા અને યુવાન
” જીમર” હિમાંશુ પટેલ એ જણાવ્યું હતું કે હું આમ તો નવસારી ગુજરાત નો છું ગુજરાત ની અસંખ્ય નગરપાલિકા કે મહાનગરપાલિકાઓ ગુજરાત સરકાર અને શહેરી વિકાસ મંત્રાલય માંથી જરૂરી નાણાં ના અલાયદા ફંડ મેળવીને છે પોતાના શહેર ને વિકસતું રાખવા અને આમ નાગરિકો માટે જરૂરી સુવિધાઓ સ્વિમ્પૂલ.. જીમ.. રમતગમત, મનોરંજન સંકુલો વિગેરે સવલતો ઊભી કરવામાં આવતી હોય છે અમારા વિસ્તાર નવસારી ના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં બીજેપી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ વિગેરે ની જે રીતે કાર્યશેલી છે તેજ રીતે કચ્છ જિલ્લા ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્ય કરે છે તેનો મને એક યુવાન તરીકે કચ્છ પ્રત્યે ગૌરવ છે ત્યારે ભુજ શહેર ના લોકો માટે ખરેખર તો આ ઓપન એર થિયેટર ને નવા રૂપરંગ સાથે ભુજ નગરપાલિકા એ પુનઃ નિર્માણ કરી લોકાપર્ણ કરવું જોઇએ. આવેદનપત્ર આપતી વેળાએ ઝવેરીલાલ સોનેજી, પંકજ ઝાલા, આસુતોષ મહેતા, શૈલેષ જાની, જગદીશ ભટ, શૈલેન્દ્ર ચોક્સી,અનિરૂધ્ ગોહિલ, જ્યોતિ ભટ,કીશોર વ્યાસ,હંસા ભીંડી,જગદીશ ગોર,ભગીરથ ધોળકીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હત્તા


