૨૪ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે, ૧ મે થી રામકથા મેદાનમાં રમાશે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ, વિજેતા ટીમને ૧,૨૧,૦૦૦ તેમજ રનર્સ અપ ટીમને ૫૧,૦૦૦નું ઈનામ
મહિલાઓની ટીમને વિનામૂલ્યે પ્રવેશ અપાશે જેની એન્ટ્રી ફી ધારાસભ્ય રીટાબેન પટેલ ચૂકવશે.

ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રોત્સાહન અને પારિવારિક મનોરંજનના ઉમદા હેતુથી ૩૬- ગાંધીનગર ઉત્તર વિધાનસભાના યુવા અને સક્રિય મહિલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલ દ્વારા ૩૬- ગાંધીનગર ઉત્તર પ્રીમિયર લીગ(GNPL) નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે રામકથા મેદાન, સેકટર-૧૧ ખાતે ૧ મે ૨૦૨૩ થી શરૂ થશે. આ નાઈટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા ક્ષેત્ર તેમજ ગાંધીનગર મહાનગરમાં સમાવિષ્ટ વિસ્તારમાં રહેતા ખેલાડીઓ ભાગ લઈ શકશે. ખેલાડીઓ ૨૪ એપ્રિલ સુધી ટીમની નોંધણી કરાવી શકશે. ટીમના રજીસ્ટ્રેશન માટે ૯૯૦૪૪૭૭૯૯૦ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. વહેલા તે પહેલાના ધોરણે ટીમને પ્રવેશ અપાશે. ક્રિકેટ ટુર્નામેન્ટની એન્ટ્રી ફી રૂ.૪૯૦૦ રાખવામાં આવી છે તેમજ વિજેતા ટીમને રૂ.૧,૨૧,૦૦૦ અને રનર્સ અપ ટીમને રૂ.૫૧,૦૦૦નું રોકડ ઈનામ આપવામાં આવશે. પ્રત્યેક ખિલાડીને ૩૬-GNPL ની ટી-શર્ટ આપવામાં આવશે. આ નાઈટ ટુર્નામેન્ટ નોકઆઉટ પદ્ધતિથી રમાશે.
અત્રે નોંધપાત્ર બાબત છે કે, આ ટુર્નામેન્ટમાં મહિલાઓની ટીમને વિનામૂલ્યે પ્રવેશ અપાશે જેની એન્ટ્રી ફી ધારાસભ્ય રીટાબેન પટેલ ચૂકવશે.
