તાપીના “સખી”વન સ્ટોપ સેન્ટરે બંગાળની મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું


કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
, તા.૧૫ તાપી જિલ્લાના રેલ્વે સ્ટેશન પાસેથી તાજેતરમાં રાત્રીના સમયે એક રખડતી ભટકતી ઉ.વ.આશરે ૫૦ વર્ષની મહીલા મળી આવેલ હતી. મહિલાનું નામ અને સરનામું પુછતા મેનાબહેન યાદવ નામ જણાવેલ હતું. ગામ વધુમાં ગામના નામની જાણકારી ન મળતા મહીલાને વ્યારા પોલિસ સ્ટેસન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે આશ્રય અને આગળની કાર્યવાહી માટે મુકવામાં આવી હતી.

          મહિલાને “સખી” વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.મહિલા ને સેન્ટર દ્વારા પ્રાથમિક જરુરિયાતો પુરી પાડવામાં આવેલ હતી.આશ્રિત મહિલાનું સેન્ટરના કર્મચારીઓ દ્વારા અવાર નવાર કાઉંન્સેલિંગ કરતા મહિલાએ પોતાનું નામ મેના રામનરેશ યાદવ  જણાવેલ હતું.અને ગામ નું નામ જાણવા ન મળતા મહિલા સાથે વધુ વિગતે વાતચિત  કરી માહીતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ મહિલા બંગાળી ભાષા જેવું બોલતા હોવાથી બીજી કોઇ પ્રાથમિક માહીતી મળી ન હતી.  ત્યાર બાદ મહિલા તેમની સાથે લાવેલ સામાનમાં એક નાનકડા કાગળમાં કોઇકનો  ફોન નંબર લખેલ મળી આવ્યો હતો ત્યાર બાદ નંબર પર સંપર્ક કરી વિગતે વાત કરતાં જાણવા મળ્યું હતું કે મેનાબહેન તેમના બહેન છે. અને તેઓ છેલ્લા છ – સાત દિવસથી ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી આવ્યા હતા. ત્યાર બાદ મહિલાના બહેન પાસેથી મહિલાના પુત્રની માહીતી મેળવી હતી. અને મહીલાના પુત્રનો ટેલિફોનિક સંપર્ક મેળવ્યા બાદ તેમના પુત્ર સાથે ટેલિફોનિક સંપર્ક કરતાં માહીતી મળી હતી કે આશ્રિત માહીલા તેમના માતા છે જે બંગાળ ના રહેવાસી  હોવાનું જાણવા મળેલ હતું. હાલ બંગાળથી આવતા  વધારે સમય થતો હોવાથી  તેમણે  વાપી ખાતે રહેતા તેમના ભાઇ નો ફોન નંબર આપ્યો હતો.જેમની સાથે ટેલિફોનિક વાતચીત બાદ તેમના જરૂરી આધાર પુરાવા તાપાસ કર્યા બાદ માહિલા ને તેમના ભાત્રીજા સાથે સુખદ મિલન કરાવેલ હતું. આમ, મહિલાને સેન્ટર દ્વારા આશ્રય સેવા, કાઉંન્સેલિંગ સેવા આપવામાં આવેલ હતી.
         આમ , તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો.મનિષાબેન મુલતાનીના સતત માર્ગદર્શન  હેઠળ બંગાળની મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. આમ,માહિલા હેમખેમ સારી હાલતમાં મળી આવતાં માહિલાના પરિવારજનોએ મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી તાપી અને સખી વન સ્ટોપ સેન્ટર અને વ્યારા પોલિસ સ્ટેશનનો આભાર વ્યકત કર્યો હતો.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM