અંકલેશ્વર ના લેકવ્યુ પાર્ક ખાતે મહિલા માટે યોગા માર્ગદર્શન શિબિર યોજાયયોગા માં 70 જેટલી મહિલાઓ એ ભાગ લીધો


કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર શહેર ના લેકવ્યુ પાર્ક ખાતે મહિલાઓ ને યોગા અંગે માર્ગદર્શન મળી રહે તે માટે યોગા શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 70 થી વધુ જેટલી મહિલાઓ એ ભાગ લઇ યોગા થી થતા ફાયદા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું

મહિલા ઓ ને યોગા અંગે માર્ગદર્શન મળી રહે તે માટે અંકલેશ્વર ના લેકવ્યુ પાર્ક ખાતે યોગા શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું . યોગા ટ્રેનર જાગૃતિબેન પટેલ ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ યોગા શિબિર માં 70 થી વધુ મહિલાઓ એ ભાગ લીધો હતો જેમાં યોગા ટ્રેનર જાગૃતિબેન પટેલ દ્વારા ઉપસ્થિત મહિલાઓ ને યોગ થી થતા ફાયદા તેમજ સર્વરોગો માટે એક જ સમાધાન નિત્યક્રમ યોગા કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે વિવિધ યોગાસન રજુ કરવામાં આવ્યા હતા આ યોગા શિબિર માં નગર પાલિકા ના ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ ,સહીત નગર પાલિકા ની મહિલા સભ્યો સહીત ની મહિલાઓ ઉપસ્થિત રહી યોગાસન નો લાભ લઇ સ્વસ્થ આરોગ્ય માટે યોગા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *