
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
વિશ્વની એક માત્ર ભારતની એક જ મા નર્માદાની પરિક્રમા વિવિધ સ્વરૂપે થાય છે. શાસ્ત્રીય રીતે 3 વર્ષ, 3 માસ ને 13 દિવસમાં 3300 કી.મી.ની પરિક્રમા કરાય છે. તેમાં પણ ચૈત્ર માસમાં એક દિવસીય, આખો માસના 30 દિવસ, કોઈ પણ દિવસે, રાતે 24 કલાક માંથી 6 થી 8 કલાકની ઉત્તરવાહીની પાંચક્રોશી મા નર્મદાની 16 કી.મી.ની પરિક્રમા કરાય. શાસ્ત્રીય મુજબ આખી નર્મદા ની પરિક્રમાકરવાનું પુણ્ય મળે છે
ચૈત્ર માસની તેરસે તા.18મી એપ્રિલે ડાંગ આહવાના જુમગ્રાફીક અને નવસારી ડાંગના સંધના જીલ્લા સેવા પ્રમુખ શ્રી નવનાથ સેલર, ડાંગ જીલ્લા સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના પ્રમુખ શ્રી નકુલભાઈ જાદવ, આહવા વધઈ તાલુકા સંધ પ્રચારક શ્રી નેહલભાઇ બુરાસીયા, ડાંગ આહવા નિવૃત્ત ગ્રંથપાલ શ્રી દત્તાત્રેય મોરે સાથે ગીતાંજલી શાળાના ધો. 3નો વિધાર્થી શ્રી દેવમ સેલર સહિત આ પરિક્રમાના આયોજક ડો. જીગરભાઈ ઈનામદાર, જેઓ વડોદરાના યુનિ.ના સોનેટ સભ્ય પણ છે. તેમના માર્ગદર્શન હેઠળ ડાંગની
પરિક્રમાની ટીમ.. પ્રથમ વખત પરિક્રમા કરી.
ડાંગની આ ટીમે રાત્રી જાગરણ કરી મધ્યે રાતે એક દિવસની 16 કી.મી.ની પંચક્રોશી પરિક્રમા પ્રથમ વખત સફળતા પુર્વક રાતે 2 થી સવારે 6 વાગે 4 કલાકમાં પૂર્ણ કરી.