વઘઇના ગીરા ધોધ પાસે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન પ્રોસેસિંગ કેન્દ્રનુ ભુમી પુજન કરાયુ

પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોને ઉત્પાદનો વેચાણની ઉત્તમ તક મળશે – શ્રી મંગળભાઇ ગાવિત

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: 19: ડાંગ જિલ્લાના વઘઈ પાસે આવેલા ગીરા ધોધ તરફ જતા વઘઈ-સાપુતારા હાઈ વે ઉપર, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ. ડામોરના હસ્તે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન પ્રોસેસિંગ તેમજ વેચાણ કેન્દ્રનુ ભૂમિ પૂજન કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિતે જણાવ્યુ હતુ કે, આવનાર સમયમા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને જિલ્લામા પ્રોસેસિંગ અને વેચાણના કેન્દ્ર દ્વારા પોતાના ઉત્પાદનો વેચવાની ઉત્તમ તક મળી રહેશે. ગીરા ધોધ, વઘઈ તેમજ સાપુતારાની મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે પણ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની ખરીદી સરળ બની રહેશે, તેમ શ્રી ગાવિતે વધુમા જણાવ્યુ હતુ.

વઘઇ–ગીરા ધોધ પાસે આવેલી આ જગ્યા હિલ મિલેટ રીસર્ચ સેન્ટર, વઘઈ-નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા, જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે ફાળવવામા આવી છે.

આ કાર્યક્રમ પ્રસંગે હિલ મિલેટ રીસર્ચ સેન્ટરના સીનીયર સાયન્ટિસ્ટ ડૉ. પાટિલ, વઘઈ કે.વી.કેના સીનીયર સાયનટિસ્ટ ડૉ. ડોબરીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી સંજય ભગરિયા, ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદ પટેલ, જિલ્લા બાંધકામ વિભાગના અધિકારીઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિયુક્ત જિલ્લા હેન્ડ હોલ્ડિંગ એજન્સી, તેમજ CBBO ટ્રુ લાઈફ એન્ટરપ્રાઈઝના નોડલ ઓફિસર શ્રી માધવભાઈ જોષી, આસી. પ્રોજેક્ટ મેનેજર શ્રી ભરત સોલંકી, જિલ્લા ખેડૂત પ્રતિનિધિ શ્રી મહેશભાઈ, જિલ્લાના ત્રણેય તાલુકામા બનેલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ડાયરેકટરશ્રીઓ, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને સંલગ્ન મંડળીના પ્રતિનિધિઓ, અને બહોળા પ્રમાણમા ખેડૂતો અને ખેડૂત આગેવાનો તેમજ અન્ય ઉચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *