ગુજરાતના સ્થાપના દિવસની અન્ય રાજ્યોમાં પણ ઉજવણી કરવામાં આવી હતી

પુડુચ્ચેરી, તમિળનાડુ, તેલંગણા અને જમ્મુ કાશ્મીરમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતના સ્થાપના દિવસની અન્ય રાજ્યોમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. પુડુચ્ચેરી, તમિળનાડુ, તેલંગણા અને જમ્મુ કાશ્મીરમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પુડુચ્ચેરીના ઉપરાજ્યપાલ ડૉ. તામિલિસાઈ સૌંદરરાજને રાજનિવાસ ખાતે ઉજવણીનું આયોજન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વિવિધતા વચ્ચે એકતા એ દેશની એકતા માટેનું પ્રેરક બળ છે અને ભારતીયોની લાગણીથી તે એકતા થાય છે. તેમણે સૌરાષ્ટ્ર તમિળ સંગમનું આયોજન કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે, આ પ્રકારના કાર્યક્રમો વિવિધ રાજ્યોના લોકો વચ્ચેની એકતાને વધુ મજબૂત કરશે. આ પ્રસંગે ગરબાના કાર્યક્રમો, ગીતો અને નૃત્યના કાર્યક્રમો રજૂ કર્યા હતા. 

તમિળનાડુમાં રાજ્યપાલ આર.એન.રવિના નેતૃત્વમાં રાજભવનમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમિળનાડુમાં રહેતા મૂળ ગુજરાતના 200 જેટલા લોકોએ પરિવાર સાથે આ પ્રસંગે આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

તેલંગણાના રાજ્યપાલ ડૉ. તમિલિસાઈ સૌંદરરાજને કહ્યું છે કે વસુધૈવ કુટુમ્બકમની ભાવના મુજબ હૈદરાબાદમાં રાજભવન ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઇ હતી. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલે અગાઉના હૈદરાબાદ રાજ્યની મુક્તિમાં કેવી મહત્વની ભૂમિકા ભજવી તેનું વર્ણન કર્યું અને સ્થાપના દિવસની ઉજવણી પર ગુજરાતના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. હૈદરાબાદમાં સ્થાયી થયેલા ગુજરાતના લોકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો.

જમ્મુ કાશ્મીરમાં રાજભવન ખાતે ગુજરાત દિવસ ઉજવવામાં આવ્યો. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ગુજરાતના લોકોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી અને સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદો અને મહાન વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *