તાપી જિલ્લા સોનગઢ તાલુકાના હનુમંતિયા ખાતે આવેલ હનુમંતિયા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ ની ઉજવણી

કમલમ ન્યુઝ. સમીર શાહ.
તાપી જિલ્લા સોનગઢ તાલુકાના હનુમંતિયા ખાતે આવેલ હનુમંતિયા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ ની ઉજવણી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સરિતાબેન વસાવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી,જેમાં સોનગઢ તાલુકાના તાલુકા પ્રમુખશ્રી યાકુબ ભાઈ ગામીત તથા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તાપી જિલ્લાના અધ્યક્ષશ્રી – અર્જુનભાઈ ગામીત સોનગઢ તાલુકાના અધ્યક્ષશ્રી – દિલીપભાઈ વસાવા, ડોલવણ તાલુકાના અધ્યક્ષશ્રી/મહામંત્રી મહેશભાઈ,ગામના સરપંચશ્રી, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ , ભુતપૂર્વ શિક્ષકો , શાળા વ્યવસ્થાપન સમિતિના ચેરમેનશ્રી , સભ્યો BRC સોનગઢ મુકેશભાઈ ગામીત, નિવૃત્ત કર્મચારીશ્રીઓ ,જિલ્લા પંચાયત ના સભ્ય, તાલુકા પંચાયતના સભ્યો, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, યુવાનો, શાળાના બાળકોએ અલગ અલગ કૃતિ ઓ રજૂ કરી શાળા માં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી .શાળાના આચાર્યશ્રી રૂવાજીભાઈ ડી ગામીત દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *