અરવલ્લી જિલ્લામાં ૧ મે થી ૧૦ મે સુધી ખેલે ગુજરાત સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત અરવલ્લી જિલ્લા રમત વિકાસ કચેરી દ્વારા સમર કેમ્પ યોજવામાં આવી રહ્યો છે

અમિતકુમાર ઉપાધ્યાય- અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ૧ મે થી ૧૦ મે સુધી ખેલે ગુજરાત સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે… સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત અરવલ્લી જિલ્લા રમત વિકાસ કચેરી દ્વારા સમર કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે આ સમર કેમ્પ યોજાઈ રહ્યો છે. જ્યારે જિલ્લા કક્ષાના સમર કેમ્પનું આયોજન મોડાસા ખાતે કરવામાં આવ્યું છે…. જિલ્લા કક્ષાએ આઠ રમતો જ્યારે તાલુકા કક્ષાએ ચાર રમતોનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ખેલાડીને રાજ્ય સરકાર ઘ્વારા રમતને અનુરૂપ સ્પોર્ટ્સ કીટ, શોટ્સ, ટી સર્ટ, અને કેપ આપવા આવશે. અરવલ્લી જિલ્લા ના ખેલાડી ઉત્સાહ સાથે કેમ્પમાં જોડાઈ રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *