
રિપોર્ટ, મયુર પટેલ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વિકાસલક્ષી કાર્યોની આગળ ધપાવતા અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ સંયોજક કૌશલભાઈ દવે,ઝોન સંયોજક સંકેતભાઈ શર્મા અને સુરત જિલ્લા સંયોજક રાજનભાઈ વરિયાના માર્ગદર્શનથી સુરત જિલ્લાના મહુવા માં Y20 યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો.


ગુજરાત ભરમાં Y 20 યુવા સંવાદ આયોજનના અનુસંધાને મહુવા તાલુકા યુવા સંવાદ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દેવભાઈ પુરોહિત RSS બૌદ્ધિક ટોળી સુરત જિલ્લા, મુખ્ય મહેમાન તરીકે જીગરભાઈ નાયક, મહુવા સુગર ફેક્ટરી ડિરેક્ટર, સામાજિક આગેવાન,ABVP કાર્યકર્તાઓ, મહુવા તાલુકાના સામાજિક યુવા આગ્રાણીઓ, અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના યુવા સંવાદ કાર્યક્રમ વિશે જીગરભાઈ નાયક દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

મુખ્ય વક્તા દેવભાઈ પુરોહિત દ્વારા યુવાનો સાથે Y20 માં અધ્યક્ષ તરીકે ભારતની ભૂમિકા જેવા વિષયો પર સંવાદો કરવામાં આવ્યો હતો. સ્વાગત કાર્યક્રમ ભેરૂભાઇ સાવરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.