ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા મા યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા યુવાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે યુવા સંવાદ કાર્યક્રમો કરી યુવાઓને ઉભારી રાજય સરકારના પ્રજા કલ્યાણકારી તથા વિકાસલક્ષી કાર્યક્રમો લોકો સુધી પહોંચાડવાનું અવિસ્મરણીય કામગીરી કરવામાં આવે છે. જે સંદર્ભમાં ભારત સરકાર વર્ષઃ ૨૦૨૩ માં G-20 Summit માટે યજમાન દેશ બનેલ છે. જેમાં પણ આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ગુજરાત રાજય ને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. તેથી G-20 Summit અંતર્ગત ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજરોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા મા એગ્રિકલચર કોલેજ, વઘઇ ખાતે યુથ ૨૦ કાર્યક્રમ યોજાયો જેમાં ૩૦૦ જેટલા યુવાનો એ ઉત્સાહ થી ભાગ લીધો હતો. કાર્યક્રમ મા મુખ્ય વક્તા તરીકે નિવૃત્ત શિક્ષક દિલીપભાઈ ચૌહાણ દ્વારા યુવાઓ માટે આરોગ્ય, સુખાકારી અને રમતગમત નો એજન્ડા વિષય પર યુવાનો ને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમા એગ્રીકલ્ચર કોલેજ ના આચાર્યશ્રી પસ્તાગિયા સાહેબ, વક્તા દિલીપભાઈ ચૌહાણ, જિલ્લા સંયોજક નકુલ જાદવ, વઘાઈના સામાજિક કાર્યકર્તા ઓ પંકજભાઈ પટેલ, રવીભાઈ સુર્યવંશી, જયભાઈ પટેલ અને ગોવિંદભાઈ કુંવર સહિત વઘઇ તાલુકાના તાલુકા સંયોજક ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *