અંકલેશ્વર ઑ.એન.જી.સી.બ્રિજના ગરનાળાના માર્ગને શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વરમાં ઓ .એન.જી.સી.બ્રિજના ગરનાળાના માર્ગને શુક્રવાર થી શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત સાંપડી છે.ગરનાળા ના માર્ગ ને ખુલ્લો કરતા અન્ય માર્ગો ઉપર ટ્રાફિક નું ભારણ ઓછું થતા વાહન ચાલકો એ રાહત અનુભવી છે .

અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજના ગરનાળાને 20મી એપ્રિલથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું હતું.જેના કારણે જુના નેશનલ હાઇવે પરથી પસાર થતાં વાહનો પિરામણ ગામ ના રસ્તે પસાર થઇ રહ્યાં હતા. જેનાથી અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકટ બની હતી.અંકલેશ્વર ઓએનજીસી ફલાયઓવર નીચે મહાવીર ટર્નિંગ પાસે આવેલું ગરનાળુ સાંકડુ પડી રહ્યું હોવાથી તેને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થતાં આજે બપોરેના સમયે આ માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે હજારો વાહન ચાલકોને રાહત સાંપડી હતી.ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનો રસ્તો આજથી શરૂ થઇ ગયો હતો પરંતુ નેશનલ હાઇવેથી અંકલેશ્વર શહેર તરફ આવતો ONGC બ્રિજ વાળો રસ્તો 6 મહિના સુધી બંધ રહેશે. ઓએનજીસી બ્રિજના એક તરફના ભાગ પર કામગીરી શરુ કરવામાં આવશે અને બીજી તરફ માર્ગ વ્યવહાર ચાલુ કરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *