
વીજ બચત અને વીજ સલામતી અંગે જનજાગૃતિ રેલી યોજાઇ
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર શહેર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેર માં વીજ સલામતી અને વીજ બચત અંગે જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ જનજાગૃતિ રેલી શહેર ના વિવિધ વિસ્તારો ફરી વીજ બચત અને વીજ સલામતી અંગે શહેરીજનો ને સંદેશો પાઠવ્યો હતો



દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી અને ઔદ્યોગિક વિભાગીય કચેરી ના કાર્યપાલક ઈજનેર એચ.આર.મોદી અધ્યક્ષતા હેઠળ લોકો માં વીજ બચત અને વીજ સલામતી અંગે જાગૃતતા લાવવા ના હેતુસર જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું વીજ સલામતી અને વીજ બચત જનજાગૃતિ રેલી માં વીજ કંપની ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા આ રેલી શહેર પેટા વિભાગીય કચેરી ખાતે થી નીકળી હતી આ રેલી માં વીજ કંપની ના કર્મચારીઓ એ વીજ બચત અને સલામતી અંગે ના સૂત્રોચ્ચારો સાથે શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી કચેરી ખાતે પરત ફરી હતી આ જનજાગૃતિ રેલી માં અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી ના ઇન્ચાર્જ નાયબ ઈજનેર વી.એસ.ભગત સહીત વીજ કંપની ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા