અંકલેશ્વર ઓએનજીસી દ્વારા એનર્જી બચાવો અંતર્ગત સક્ષમ પખવાડિયા નું સમાપન કરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ઓએનજીસી દ્વારા સંરક્ષણ ક્ષમતા મહોત્સવ સક્ષમ પખવાડિયા નું આયોજન કરવામાં આવ્યું હતું એનર્જી બચાવો સક્ષમ પખવાડિયા અંતર્ગત ઓએનજીસી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે સોમવાર ના રોજ ઓએનજીસી કોલોની ખાતે સક્ષમ પખવાડિયા નો સમાપન સમારોહ હતો જેમાં વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

અંકલેશ્વર ઓએનજીસી દ્વારા એનર્જી બચાવો અને નેટ ઝીરો પેદા કરવા ના જનજાગૃતિ અભિયાન હેઠળ સરંક્ષણ ક્ષમતા મહોત્સવ સક્ષમ 2023 પખવાડિયા નું આયોજન કરવામાં આવ્યું હતું , ઉર્જા બચાવવા અંગે લોકો માં જાગૃતતા ફેલાવવા ના ઉદ્દેશ સાથે ઓએનજીસી ના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે ની અધ્યક્ષતા હેઠળ ઉર્જા બચાવો અંતર્ગત ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેર ના જાહેર સ્થળો ઉપર ઉર્જા બચાવો ના બેનરો લગાવી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ સરંક્ષણ ક્ષમતા મહોત્સવ સક્ષમ પખવાડિયા નો ઓએનજીસી કોલોની માં સુર્યા ઓડિટોરિયમ ખાતે એસેટ મેનેજર વિજય કુમાર ગોખલે ની અધ્યક્ષતા હેઠળ સંપન્ન સમારોહ યોજાયો હતો જેમાં સક્ષમ પખવાડિયા અંતર્ગત સ્કૂલો માં રાખવામાં આવેલ વિવિધ સ્પર્ધા માં વિજેતા વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા ,તેમજ આ સમાપન સમારોહ માં એસેટ મેનેજર દ્વારા ઉર્જા બચાવો ના સૂત્રોચ્ચારો કર્યા હતા આ પ્રસન્ગે અંજલી ગોખલે સહીત ઓએનજીસી ના અધિકારીઓ અને કમર્ચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *