





કમલમ ન્યુઝ. સમીર શાહ.
તાપી જિલ્લાના વ્યારા સ્થિત શ્રી ભુલાભાઈ જીવણજી પટેલ વૈદકીય ટ્રસ્ટ સંચાલિત જનક સ્મારક હોસ્પીટલમાં નવનિર્મિત ગાયનેક ઓપરેશન થિયેટરનું ઉદઘાટન તથા નવા C-arm મશીનનું પણ શુભ શરૂઆત જિલ્લા કલેક્ટર શ્રી ડૉ.વિપિન ગર્ગના વરદ્ હસ્તે તક્તિ અનાવરણ કરી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી સુભાષભાઈ શાહે કલેકટરશ્રીને આવકારી પુષ્પ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કર્યું. આ શુભ પ્રસંગે ઉપસ્થિત CDHO પોલ વસાવા ,સિવિલ હોસ્પિટલના ડો. ધનસુખભાઈ ગામીત તથા વહીવટી અધિકારી શ્રી ભાવેશભાઈ સોલંકી,સંસ્થાના મંત્રીશ્રી આયુષભાઈ, ઉપપ્રમુખ ડો.અરવિંદભાઈ તથા સહમંત્રી શ્રી પ્રજ્ઞેશભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કલેકટરશ્રીએ હોસ્પિટલમાં લેમીનાર ફ્લો ઓર્થો ઓ.ટી સર્જીકલ ઓ.ટી તથા લેબર રૂમની મુલાકાત લઇ હોસ્પિટલના કન્સલ્ટન્ટ સર્જન ડો. મયંકભાઇ ચૌધરી, ઓર્થોપેડિક સર્જન ડો. આકાશ દેસાઈ, ગાયનેકોલોજીસ્ટ ડો. રવિ ચૌધરી, એનેસ્થેટિષ્ટ ડો. ભાવિકાબેન રેડિયોલોજીસ્ટ, ડો. જયેશ ગામીત સાથે ચર્ચા કરી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. લેબોરેટરીમાં પેથોલોજીસ્ટ ડો. તેજસ સાથે વિવિધ મશીનની વિગત મેળવી, ICU માં મુલાકાત લઈ ડો. જીગ્નેશ ચૌધરી સાથે ચર્ચા કરી, ફિઝીયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં મુલાકાત લઈ ડો. અર્પિતા ડો. જાહનવી અને ડો.જયશ્રી સાથે ચર્ચા કરી હતી.મંત્રી શ્રી આયુષભાઈએ ડાયાલિસિસ વિભાગની માહિતી આપતા ફક્ત રૂ. 550 માં અને દરરોજ બે શીફ્ટમાં ડાયાલિસિસ થાય છે એમ કલેક્ટરશ્રીને જાણકારી આપી હતી. ત્યારબાદ જનરલ વોર્ડ તથા નવનિર્મિત સ્પેશિયલ રૂમ વગેરે વિભાગોની મુલાકાત લઇ હોસ્પિટલની અવિરત સેવાને બિરદાવી હતી. આ ઉપરાંત શ્રીમતી એલ. કે પટેલ રક્તદાન કેન્દ્રની મુલાકાત લઇ મંત્રી ડો. અરવિંદભાઈ પટેલે બ્લડ ડોનેશન કેમ્પ તથા બ્લડ સ્ટોરેજ ટેકનીક થી ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા. આ શુભ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ, મહેરનોઝભાઈ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.