
તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલ જિલ્લાની બહારના પરીક્ષાર્થી માટે કરવામાં આવી વેવસ્થા.
કમલમ ન્યુઝ- સમીર શાહ

વ્યારા.
વ્યારા ખાતે તા.07/05/2023 રવિવાર ના રોજ જિલ્લાના ૩૬ પરીક્ષા કેન્દ્રો ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા ૮૯૦૦ થી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવવાના હોઈ જેને લઈને જિલ્લા અને વ્યારા નગર ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા દ્વારા પ્રદેશ યુવા મોર્ચાનાં પ્રમુખ પ્રશાંત કોરાટનાં માર્ગદર્શન હેઠળ ઉનાળાની કાળઝાળ ગરમી ને ધ્યાનમાં રાખી પરીક્ષા કેંદ્ર ની બહાર ઠંડી છાસ વિતરણ કરવામાં આવી હતી જેમાં જિલ્લા ની બહાર થી આવેલા પરીક્ષાથી ઠંડી છાસ પી ને રાહત હાશકારો અનુભ્યો હતો જેમાં જિલ્લા યુવા મોર્ચાનાં પ્રમુખ વિરલ કોંકણી સહિત નગર યુવા મોર્ચા પ્રમુખ અક્ષય પંચાલ જોડે જિલ્લા કાર્યકરો છાસ વિતરણ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં