


ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તા. ૯ મે, મંગળવારે શૌર્ય, પરાક્રમ અને ત્યાગના પ્રતીક, માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર વીર મહારાણા પ્રતાપજીની જન્મજયંતી નિમિતે શહેર ભાજપ દ્વારા પેથાપુર ખાતે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મેયરશ્રી હિતેશ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સહ પ્રવક્તા હિતેન્દ્રભાઇ પટેલ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, કાઉન્સીલરશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.