ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાના નેતૃત્વ હેઠળ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા વિવિધ એસોસીએશનના હોદેદારોએ રાજયના ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતજીની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ MSME ને લગતા વિવિધ પ્રશ્નોની ધારાદાર રજુઆત કરવામાં આવી…

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વેપાર-ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓના યોગ્ય નિરાકરણ માટે સરકારશ્રી સમક્ષ અવાર-નવાર રજુઆતો ધ્યાને મુકી હંમેશા અગ્રેસર રહી મહત્વની ભુમિકા ભજવે છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળ વિવિધ એસોસીએશનોના હોદાદારો સાથે તા.૨૦–૪–૨૦૨૩ ના રોજ રાજકોટ સરકીટ હાઉસ ખાતે રાજયના માનનીય ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતજીની અધ્યક્ષતામાં રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગોને લગતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા ઓપન હાઉસ યોજવામાં આવેલ હતું. તે દરમ્યાન રજુ કરાયેલ પ્રશ્નો અંગે તેનું તાત્કાલીક નિવારણ કઈ રીતે આવી શકે તેની ચર્ચા-વિચારણા માટે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાના નેતૃત્વ હેઠળ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા, લોધીકા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશનના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ પાંચાણી, આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખશ્રી નરેશભાઈ શેઠએ રાજ્યના ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતજીની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત દરમ્યાન માનનીય કેબીનેટ મંત્રીશ્રીમતી ભાનુબેન બાબરીયા તથા ધારાસભ્યશ્રીમતી ડો.દર્શિતાબેન શાહ પણ જોડાયેલ હતા,

આ મુલાકાત દરમ્યાન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા MSME ને લગતા વિવિધ પ્રશ્નો ધાને મુકી યોગ્ય નિરાકરણ લાવવા ધારદાર રજુઆત કરવામાં આવેલ હતી.

(૧) ગુજરાત રાજયમાં આશરે ૪ લાખથી પણ વધુ MSME એકમો કાર્યરત છે અને નવા પણ સ્થપાઈ રહ્યા છે. રાજય સરકાર દ્વારા નવી ઔદ્યોગીક નિતી-૨૦૨૨ અમલમાં મુકેલ હોય જેમાં માત્ર માઈક્રો યુનીટોને (૧ કરોડ સુધીના રોકાણકારોને) જ કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ સબસીડી ૧૦% મળ વાપાત્ર થાય છે. જયારે પાછળની તમામ ઔધોગીક પોલીસીઓમાં માઇક્રો, સ્મોલ અને મિડીયમ એકમોને કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ સબસીડી મળવાપાત્ર થતી હતી. તેથી નવી ઔદ્યોગીક નિતીમાં તાત્કાલીક ફેરફાર કરી રાજયના તમામ MSME એકમોને કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ સબસીડી મળવપાત્ર થાય તેવી જોગવાઈ કરવી ખાસ જરૂરી છે.

(૨) ગુજરાતમાં ઘણી બધી MSME ઈન્ડસ્ટ્રીઝ સ્થપાયેલ હોય તેમજ MSME ની મર્યાદા આશરે ૫૦ કરોડ સુધી વધારેલ હોય તેને ધ્યાનમાં રાખીને GIDC માં 3000 ચો.મી.ને બદલે જો ક00 ચો.મી. જમીન ઉદ્યોગકારોને પ%ના દરે આપવી. જેથી ઉદ્યોગોનો સારો એવો વિકાસ થશે અને એમ.એસ.એમ.ઈ સેકટને બુસ્ટ મળશે

(૩) રાજ્ય સરકારની સીઆઈપી સહાગ યોજના હેઠળ લોધીકા ઔધોગીક વસાહતમાં પાણી-પુરવઠા યોજના સાકાર થયેલ છે. વસાહતમાં પીવાના પાણીનો અન્ય કોઈ સ્ત્રોત ન હોય ગુ.પા.પુ. બોર્ડ દ્વારા એનસી-૨૦ પાઈપલાઈન માંથી ૧ એમએલડી પાણી કનેકશન આપવામાં આવેલ છે. આ કનેકશન માત્ર પીવાના માણી માટે જ મંજુર થયેલ છે. આમ છતા ગુ.પા.પુ.બોર્ડ વસાહતને મળતા પીવાનાં પાણીના બીલની આકારણી ઔધોગીક વપરાશનો ૬૨થી એટલે કે રૂા.૫૬.૫૯- પ્રતિ કી.લી.નાં ઉંચા દરથી કરે છે. વધુમાં આ દરમાં દર વર્ષે ૧૦ ટકા જેવો વધારો કરવામાં આવે છે. પાણીના ઉંચા દર, પાણી વિતરણ માટે થતો વિવિધ ખર્ચ જેવો કે મરામત, જાળવણી, ઈલેકટ્રીસીટી વિતરણ એજન્સી વગેરે જેવા ખર્ચને કારણે પાણીનો વિત૨ણ દર પ્રતિ કી.લી. રૂ.૯૯ –(+ જીએસટી) જેવો થાય છે, જે દર પીવાના પાણી માટે એમએસએમઈ માટે ખુબ જ વધારે ગણાય, આથી લોધીકા ઔદ્યોગીક વસાહતને રાહત દરે અથવા રેસીડેન્સીયલના દરે પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ક૨વી.

(૪) રાજકોટની આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રી એસોસીએશન બન્ને ડિપાર્ટમેન્ટને ટેક્ષ ભરે છે, પરંતુ તેઓને જરૂરી પ્રાથમીક સુવિઓ મળવાપાત્ર થતી નથી, તેઓ પોતાના સ્વ ખર્ચે તમામ સુવિધાઓ મેળવે છે. ડબલ ટેક્ષેશનનો પ્રશ્ન સમચ ગુજરાત લેવલનો હોય આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા અનુરોધ કરેલ જે અંગે ઉદ્યોગમંત્રીશ્રીએ ટુંક સમયમાં રાજય સરકાર દ્વારા ઠરાવ પસાર કરી દેવામાં આવશે.

(૫) જી.આઈ.ડી.સી.માં પ્લોટ ટ્રાન્સફર કરવા માટે નિતી નિયમ મુજબ ટ્રાન્સફર ફી સાથે ૧૮% GST વસુલવામાં આવે છે. તો આ કેન્દ્ર સરકાર સમક્ષ ૨જુઆત ક૨ી તાત્કાલીક યોગ્ય કરવું.

આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા માનનીય ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત સમક્ષ રજુ કરાયેલા વિવિધ પ્રશ્નો માંથી પાંચેક પશ્નોનું ટુંક સમયમાં નિરાકરણ આવી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *