રમશે બાળક, ખીલશે બાળક

ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમામ સાત વિધાનસભા ક્ષેત્રોમાં ‘રમશે બાળક, ખીલશે બાળક‘ના ઉમદા હેતુ સાથે વિવિધ રહેણાંક વિસ્તારમાં ડોર ટુ ડોર સંપર્ક કરી રહીશો પાસેથી તેમના બાળકોના વપરાશમાં ન હોય તેવા રમકડાં એકત્રીકરણ કરી આંગણવાડીના બાળકો અને જરૂરિયાતમંદ પરિવારના બાળકોમાં રમકડાંનું વિતરણ કરવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

‘રમશે બાળક, ખીલશે બાળક‘ અંતર્ગત ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં તા.૧૦ મે, બુધવારના રોજ ગાંધીનગર મહાનગરના વોર્ડ ૫ ખાતેથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ અને શહેર ભાજપ સંગઠન દ્વારા આનંદવાટીકા સોસાયટી, સેકટર ૨૨ તેમજ વિરાટનગર સોસાયટી, સેકટર ૨૩ ખાતે સ્થાનિક રહીશોના ઘરની મુલાકાત લઈ આંગણવાડી અને જરૂરિયાતમંદ બાળકોના સ્મિતના સહભાગી બનવા રમકડાં એકત્રીકરણની કામગીરી કરવામાં આવી હતી જેમાં નાગરિકોએ હોંશે હોંશે અન્ય બાળકની ખુશીમાં સહભાગી થવા રમકડાં આપ્યા હતાં. આ તકે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, શહેર ભાજપ મહામંત્રી કનુભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ નિલેશભાઈ પટેલ, વોર્ડ પ્રમુખ ધવલભાઈ શાહ, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ક્રમશ: ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતક્ષેત્ર અને ગાંધીનગર મહાનગરના વિવિધ વિસ્તારમાં રમકડાં એકત્રીકરણની કામગીરી હાથ ધરાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *