અમદાવાદ ખાતે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના સહયોગથી મહિલા સ્વ-બચાવ અને સલામતી પર તાલીમ સેમિનારનું આયોજન

આરસી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ (ગુજરાત સરકાર), અમદાવાદ ખાતે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના સહયોગથી ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને માર્શલ આર્ટ એક્સપર્ટ અમનદીપ સિંઘ દ્વારા મહિલા સ્વ-બચાવ અને સલામતી પર તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજ ગર્લ્સ અને મહિલા સ્ટાફે ભાગ લીધો હતો, જેમાં સોલા પોલીસ સ્ટેશન SHE ટીમ ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.આર.પરમાર તેમની ટીમ સાથે હાજર રહ્યા. આ પ્રશિક્ષણ સેમિનારમાં, શ્રી અમનદીપ સિંઘ અને તેમની ટીમે મહિલાઓને શીખવ્યું કે જ્યારે તેઓ ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ઈવ-ટીઝિંગ, અપહરણ, ચેઈન-સ્નેચિંગ બળાત્કાર વગેરે જેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું.
સ્ત્રીઓને 10 સંવેદનશીલ ભાગો પણ શીખવવામાં આવ્યા હતા જ્યાં તેઓ હુમલો કરી શકે છે અને બચાવમાં સફળતા મેળવી શકે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *