


લોક કલ્યાણના કાર્ય કરતી અને ખરેખરા અર્થ માં માનવ અધિકાર તથા સેવા માટે સતત પ્રયત્નશીલ સંસ્થા માનવ અધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન, ગાંધીનગરની એક બેઠક આજરોજ સ્વર્ણિમ પાર્ક,ઘ-૪,ગાંધીનગર ખાતે સાંજે ૬:૦૦ કલાકે મળેલ. સંસ્થાના કર્મશીલ પ્રમુખ શ્રીમતિ વીણાબા ઝાલા દ્વારા સર્વે સદસ્યોશ્રીઓને આવકારવા સહ બેઠકનો પ્રારંભે સંસ્થા દ્વારા આગામી સમયમાં કરાનાર સેવા કાર્ય વિશે સહયોગ કરવા અપીલ કરેલ. ખાસ કરીને અભ્યાસ/નોકરી અર્થે અપડાઉન કરતી દિકરીઓ માટે સેનેટરી નેપકિન વિતરણ તથા સરળતા થી ઉપલબ્ધ સેવા કરવા વિશે માર્ગદર્શન આપેલ. ત્યારબાદ સર્વે સદસ્યોશ્રીઓનો પરિચય સત્ર થયેલ. ત્યારબાદ પ્રમુખશ્રીની અપીલ મુજબ આગામી સેવા કાર્ય માટે તમામ સદસ્યશ્રીઓના મંતવ્ય માંગતાં વિનોદભાઈ ઉદેચા દ્વારા જણાવેલ કે આગામી સમયમાં આરોગ્ય સહિતના જનતાને મળતા લાભ વિશે વિવિધ અને ખાસ કરીને સેવા વસ્તી(છાપરા વિસ્તાર)માં જાગૃતી કાર્યક્રમ, પડી રહેલી ગરમી અને તાપના વાતાવરણમાં સખત જરૂરીયાત વાળી જગ્યાઓ એ પાણીની પરબ નિર્માણ કાર્ય, ગરીબો, બાળકોને પગરખાં વિતરણ, સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ પ્રસુતાઓને ફ્રુટ વિતરણ તથા બાળકોને પ્યોર કોટનના બાળોતિયાં આપવા સહિતનું સુચન કરેલ, શ્રીમતી હેતલબેન તપસ્વીભાઈ દવારા જરૂરીયાતમંદ બહેનોને પગભર થવા દર માસે પાંચ બહેનોને બ્યુટી પાર્લર ટ્રેનીંગ આપવાની સેવા કરવા જણાવેલ, તપસ્વીભાઈ દ્વારા પાણી પરબ વિશે જણાવેલ, તેજસભાઈ દ્વારા ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરવા જેવાં કાર્યો હાથ ધરવા જણાવેલ. આ પ્રમાણે વિવિધ સુચનો/મંતવ્ય આવેલ અને તે કાર્યો કરવા નિર્ણય લેવાયેલ. આ બેઠકમાં જીલ્લા પ્રમુખ વીણાબા ઝાલા, શહેર પ્રમુખ તેજસભાઈ આચાર્ય, શહેર ઉપપ્રમુખ વિનોદભાઈ ઉદેચા, ભારતીબા ડાભી,
પદ્મકાંતભાઈ પટેલ, હિરલબેન ઝાલા, મનિષભાઈ પરમાર, હિરલબા રાઠોડ, કિંજલબા ડાભી સહિતના સદસ્યોશ્રીઓએ ઉપસ્થિત રહીને સેવા સહયોગ આપવા જણાવેલ. અંતે તપસ્વીભાઈએ સંસ્થા વતી સૌનો આભાર વ્યક્ત કરેલ.