તાપી જિલ્લામાં ૬૬મી સ્કૂલ ગેમ્સ કબડ્ડી તથા ખો-ખો બહેનોનાં સિલેકશન ટ્રાયલ યોજાઇ

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
તાપી 22: સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાનાર આગામી ૬૬મી સ્કૂલ ગેમ્સ કબડ્ડી તથા ખો ખો-બહેનો અં-૧૯ની પસંદગી પ્રક્રિયા તથા જનજાતિય ખેલ મહોત્સવ-૨૦૨૩ બહેનોનાં પસંદગી પ્રકિયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, તાપીનાં નેતૃત્વમાં ગત તા.૨૧/૦૫/૨૦૨૩ અને તા.૨૨/૦૫/૨૦૨૩ દરમિયાન યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાત માંથી અંદાજિત ૧૫૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. જેમાં ગુજરાત રાજ્યની ટીમ કબડ્ડી કેમ્પ માટે ૧૮ ખેલાડીઓ તથા ખો ખો કેમ્પ માટે ૧૮ ખેલાડીઓ સીલેક્ટ થયા છે. જેમાંથી ૧૨-૧૨ સિલેક્ટ થઈને દિલ્હી ખાતે નેશનલ કક્ષામાં ભાગ લેશે. ખેલાડીઓને ઉત્સાહ વધારવા વ્યારા નગર પાલિકા, સ્ટેન્ડિંગ કમિટી નાં ચેરમેન શ્રી કુલીનભાઈ પ્રધાન હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. સમગ્ર પસંદગી પ્રકિયા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી તાપી, ગુજરાત સ્ટેટ એસોસિએશનનાં પ્રતિનિધિઓ, ખો ખો તથા કબડ્ડીનાં નિષ્ણાંત કોચશ્રીઓ તેમજ તાપી જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રતિનિધિઓની દેખરેખ હેઠળ પુરી થઇ હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *