તાપી જિલ્લામાં જુના મોબાઇલ ખરીદ-વેચાણ કરતા વેપારીઓએ નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાનું રહેશે

કમલમ ન્યુઝ. સમીર શાહ.
તાપી જિલ્લામાં જુના મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનાર અને મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારની ઓળખ અંગે પુરૂં નામ, સરનામું ફરજીયાતપણે નોંધી નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાનું રહેશે.
આ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું બહાર પાડી તાપી જિલ્લામાં જુના મોબાઇલની લે-વેચ કરતા વેપારીઓને નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાની સૂચના આપી છે. નિયત નમૂનાના રજીસ્ટરમાં જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ મોબાઇલની વિગત/કંપની, આઇએમઇઆઇ નંબર, મોબાઇલ વેચનારનું નામ અને સરનામું તથા આઇડી પ્રુફની વિગતો નોંધવાની રહેશે. એ જ રીતે જુનો મોબાઇલ વેચતી વખતે પણ ઉપર મુજબની વિગતો ફરજીયાતપણે નોંધવાની રહેશે. આ હુકમનો અમલ તા. 23/07/2023 સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM