


રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ આ બેઠકમાં ડાંગ ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવીતે શાબ્દિક પ્રવચન અને પુષ્પગુચ્છ દ્વારા ડાંગ ભાજપ પરિવાર વતી નવનિયુક્ત પ્રભારીશ્રીને સ્વાગત સહ આવકારી તેઓનો સામાજિક તથા રાજકીય પરિચય આપવામાં આવ્યો. • ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સિદ્ધિઓને વિસ્તૃત રીતે વર્ણવવામાં આવી હતી. • જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા જિલ્લા ખાતે થઈ રહેલ વિકાસીય કામગીરી ઉપર પ્રકાશ પાડતા ઉદબોધન કરવામાં આવ્યું. • નવનિયુક્ત જિલ્લા સંગઠન પ્રભારીશ્રી રાજેશભાઈ દેસાઈ સાહેબ દ્વારા સંગઠનાત્મક કાર્યો, પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ આગામી કાર્યક્રમો અને કાર્યકર્તા તરીકે તે કાર્યશૈલી વિશે સવીસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ બેઠકમાં જિલ્લા સંગઠનના નવનિયુક્ત મુખ્ય હોદ્દેદારો જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષ જેવા હોદ્દાઓ માટે નિમણૂકપત્ર પણ એનાયત કરવામાં આવ્યાં. બેઠકમાં નવનિયુક્ત સંગઠન પ્રભારીશ્રી રાજેશભાઈ દેસાઈ, ડાંગ ભાજપ પ્રમુખશ્રી કિશોરભાઈ ગાવિત, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મંગળભાઈ ગાવિત, જિલ્લા સંગઠન મહામંત્રી રાજેશભાઈ ગામીત, હરિરામભાઈ સાવંત, દિનેશભાઈ ભોયે તથા માજી પક્ષ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, દિલીપભાઈ ચૌધરી તથા દશરથભાઈ પવાર, જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલ પ્રતિનિધિશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અપેક્ષિત હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
અંતે બેઠકના સંચાલનકર્તા એવા મહામંત્રી હરિરામભાઈ સાવંત દ્વારા આભારવિધિ પ્રસંગે જિલ્લામાં પોતાની સંગઠનાત્મક સૂઝ બુઝથી સંગઠનને નવી ઊર્જા અને ગતી આપનાર પુર્વ જિલ્લા સંગઠન પ્રભારી શ્રીમતી સીતાબેન નાયક તથા શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાનો પણ આ તબ્બકે આભાર માન્યો. તથા પાર્ટી માટે યોગદાન આપનાર પુર્વ તથા વર્તમાન પદાધિકારીઓ, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓનો આભાર માન્યો. અંતે બેઠકમાં ઉપસ્થિત અને બેઠકને સફળ બનાવનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કરી બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવી.
