સેકટર – ૧૭, ગાંધીનગર ખાતે સાંજે ૪:૦૦ વાગ્યે ગાંધીનગર મહાનગરની કારોબારી બેઠક

પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવીજીની વિશેષ ઉપસ્થિતિ

આજરોજ તા. ૨૩-૦૫-૨૦૨૩ ને મંગળવારના રોજ સ્ટાફ ટ્રેનિંગ કોલેજ હોલ, સેકટર – ૧૭, ગાંધીનગર ખાતે સાંજે ૪:૦૦ વાગ્યે ગાંધીનગર મહાનગરની કારોબારી બેઠક પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવીજીની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ, જે કારોબારી બેઠકમાં નવનિયુક્ત પ્રભારીશ્રી નૌકાબેન પ્રજાપતિ, અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેષભાઈ મકવાણા, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ તેમજ ગાંધીનગર શહેર તથા તમામ વોર્ડના ભાજપાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા. સદર કારોબારી બેઠકમાં આગામી જુન માસમાં પાર્ટી દ્વારા દરરોજ થનારા વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન પૂરું પાડેલ, તેમજ કાર્યકર્તાઓને યોગ્ય માહિતી પૂરી પાડેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *