ડાંગ જિલ્લા વિધુત વિભાગ સંકલન સમિતીની બેઠક યોજવામા આવી

રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૨૬: ડાંગ જિલ્લા ધારાસભ્ય તેમજ વિધાનસભા નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને આહવા સર્કીટ હાઉસ ખાતે વિધુત વિભાગ સંકલન સમિતિની બેઠક યોજવામા આવી હતી.

વિધુત વિભાગ સંકલન સમિતીની બેઠકમા ડાંગ જિલ્લામા વિવિધ વારીગૃહ તથા ગામોના છેલ્લા 15 દિવસમા લો- વોલ્ટેજ બાબતની ફરિયાદોનુ નિવારણ કરવામા આવ્યુ હતુ. સુબીર ખાતે DGVCLની સેક્શનલ એફિસની મંજુરી EPD ડિપાર્ડમેંડ ગાંધીનગરથી મેળવવા બાબતે ચર્ચા કરવામા આવી. તેમજ 66 કેવી કાલીબેલ, મોરઝિરા, ગલકુંડ અને બિલબારી સબ સ્ટેશનોના અધ્યતન પ્રગતિ અહેવાલો રજુ કરવામા આવ્યા હતા.

જિલ્લામા પાણી સંબંધિત લોક માંગણીને ધ્યાને રાખી અગ્રતા ક્રમે વિજળીને લગતી ફરિયાદ તથા વીજ આપી સત્વરે નિકાલ કરવા બેઠકના અધ્યક્ષશ્રી વિજયભાઇ પટેલે સુચનો આપ્યા હતા.

વધુમા દર ત્રણ માસે વિધુત વિભાગ સંકલન સમિતિની બેઠક બોલાવી તથા દર માસના ત્રીજા શનીવારે આયોજિત જિલ્લા સંકલન સમિતિની બેઠકમા CETCO ના અધિરકારી અને કર્મચારીઓને ફરજિયાત જાતે જ અધ્યતન માહિતી સાથે હાજર રહેવા જણાવ્યુ હતુ.વિધુત વિભાગ સંકલન સમિતીની બેઠકમા વિધુત વિભાગના વઘઇ અને આહવા તેમજ નવસારીના કાર્યપાલક ઇજનેરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *